તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂર્ઘટના:શિકારપુર પાસે ટ્રક ઉભેલી ખાલી બસમા અથડાતાં પલ્ટી ગઇ

સામખિયાળી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સદ્દભાગ્યે ટ્રાવેલ્સના ચાર કર્મી નાસ્તો કરવા બેઠા હતા એટલે દૂર્ઘટના ટળી

શિકારપુર પાસે હાઇવે હોટલ પાસે પાર્ક થયેલી ખાનગી લક્ઝરી બસમાં પૂરપાટ આવેલી ટ્રક ધડાકાભેર અથડાતાં બસ પલટી મારી ગઇ હતી. જો કે સદ્દભાગ્યે બસ ખાલી હોઇ દૂર્ઘટના ટળી હતી. ગણેશ ટ્રાવેલ્સની બસ મોરબી-રાજસ્થાન વચ્ચે ચાલે છે હાલ હોળી ધુળેટી તહેવાર હોવાથી રાજસ્થાન બાડમેર થી RJ-19-PB-2364 નંબર ની લક્ઝરી બસ મોરબી પેસેન્જર ભરવા જઈ રહી હતી.

બસ અજન્તા હોટેલ પાસે પાર્કિંગ કરી ટ્રાવેલ્સના ચાર કર્મીઓ હોટલ પર ચા પાણી પીવા જતા ત્યારે જ પૂરપાટ જઇ રહેલા GJ-12-AZ- 5588 નંબરના ટ્રકના ચાલકે ઉભેલી ખાલી બસમાં ધડાકાભેર અથડાવી દેતાં લક્ઝરી પલ્ટી મારી ગઈ હતી સદનસીબે બસ ખાલી હોઇ કોઈ જાનહાનિ થઇ ન હતી પણ લક્ઝરી બસમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વાહન મુકી નાસી ગયો હતો. જો કે મોડે સુધી પોલીસ ચોપડો આ ઘટના બાબતે કોરો રહ્યો હતો. અકસ્માતના પગલે રસ્તા પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો