ટ્રક બિનવારસુ મળી:માધાપરથી હંકારી જવાયેલી ટ્રક રવાપર પાસે મળી આવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજની ભાગોળે નળવાળા સર્કલ પાસે ટ્રક મુકીને બિલ્ટી લેવા માટે ભીડ પાસે અાવ્યા બાદ પરત જતા ટ્રક મળી અાવી ન હતી, ટ્રકમાં લાગેલી જીપીઅેસ સીસ્ટમમાં ચેક કરતા ટ્રકને કોઇ હંકારી ગયો હોવાની વાત ધ્યાને અાવી હતી. ટ્રક ડ્રાઇવરે બી ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફોજદારી નોંધાવી હતી જો કે રવિવારે અા ટ્રક રવાપર પાસે બિનવારસુ મળી અાવી હતી.

સોહીલ અહેમદશા દિવાન (ફકીર) (રહે. સુરેન્દ્રનગર)વાળાઅે બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી કે, શનિવારે રાત્રે જીનામ રોડવેઝની ટ્રકને માધાપર નળવાળા સર્કલ પાસે મુકી ભીડગેટ પાસે બિલ્ટી લેવા માટે અાવ્યા બાદ નળવાળા સર્કલે પરત જતા ટ્રક દેખાઇ ન હતી, માલિક શંભુભાઇ અાહીરને ફોન કરીને વાત કરતા તેમણે જીપીઅેસ સીસ્ટમમાં ચેક કરતા ટ્રક પાલારા તરફ ગયા બાદ સીસ્ટમ બંધ કરી દેવાઇ હતી. જીજે 12 અેડબ્લ્યુ 8353 નબરની ટ્રક કિંમત 10 લાખ વાળી ટ્રક ચોરી જતા ભુજમાં ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...