આગાહી:કચ્છને ધ્રુજાવતો ડંખીલો ઠાર : હજુ બે દિવસ તૈયાર રહેજો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી વધુ ઠર્યું

કચ્છમાં મારકણા ઠારની ધાર વધુ તેજ બની છે અને હજુ બે દિવસ શીત લહેરની અાગાહી વચ્ચે મંગળવારે રાજ્યનું શીત નગર નલિયા 4.8 ડિગ્રી સાથે રાજ્યમાં સાૈથી ઠંડું રહ્યું હતું.

જિલ્લામાં ડંખીલો ઠાર યથાવત રહ્યો છે અને જિલ્લા મથક ભુજમાં ન્યૂનત્તમ તાપમાન 10.2 ડિગ્રીને બાદ કરતાં જિલ્લામાં સિંગલ ડિજિટમાં તાપમાન રહ્યું હતું. વધુમાં હવામાન વિભાગે પણ હજુ બે દિવસ તા.26 અને 27 જાન્યુઅારીના કોલ્ડ વેવની અાગાહી કરી છે.

સાૈથી વધુ ઠંડા પાંચ મથકોમાં કચ્છના 2

મથકતાપમાન
નલિયા4.8
ગાંધીનગર5.5
કેશોદ6.8
કંડલા અે.7.4
ડિસા7.6

તા.25-1, મંગળવારના નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યમાં સાૈથી ઠંડું રહ્યું હતું, જેના કારણે ગામની બજારોમાં કુદરતી સંચારબંધી જોવા મળી હતી. કંડલા અેરપોર્ટમાં 7.4 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાનથી ગાંધીધામ, અાદિપુર અને અંજારવાસીઅો ઠુંઠવાયા હતા. કંડલા પોર્ટમાં પણ 9.6 ડિગ્રી નીચું તાપમાન રહ્યું હતું.

હજુ બુધ અને ગુરૂવારના શિત લહેરની અગાહીના પગલે બાળકો, સગર્ભા મહિલાઅો અને વડીલોને ખાસ તકેદારી રાખવા હવામાન વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...