કોરોના મુક્ત કચ્છમાં શુક્રવારે વધુ 18 હજાર 674 વ્યક્તિને કોરોના સામે રક્ષણ અાપતી રસી અપાઈ હતી, જેથી અત્યાર સુધી હેલ્થકરે અને ફ્રન્ટલાઈન વર્કર્સને 47 હજાર 574 સહિત કુલ 8 લાખ 18 હજાર 881 ડોઝ અપાઈ ગયા છે.
જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું હતું કે, શુક્રવારે ગાંધીધામમાં 4228, મુન્દ્રામાં 3241, ભુજમાં 3154, અંજારમાં 2649, માંડવીમાં 1417, રાપરમાં 1119, નખત્રાણામાં 839, અબડાસામાં 791, ભચાઉમાં 734, લખપતમાં 502 વ્યક્તિને ડોઝ અપાયા હતા. જોકે, પ્રથમ ડોઝ અપાયો હતો કે, બીજો ડોઝ અપાયો હતો. અેની ચોખવટ કરવાની તસદી લેવામાં આવી નથી. પરંતુ, 18 વર્ષથી વધુ ઉંમરનાને કુલ 7 લાખ 71 હજાર 307 ડોઝ અપાઈ ગયાનું જણાવાયું હતું, જેથી અે સ્પષ્ટ નથી થતું કે, પ્રથમ ડોઝ અપાયો છે કે, બીજો ડોઝ અપાયો છે કે બંને મળીને સંખ્યા બતાવાઈ છે.
વ્યવસાયિકો માટે મુદ્દત વધારવાની નોબત વાગે છે
કલેકટરે કર્ફ્યૂમાંથી મુક્તિ અાપ્યા બાદ વ્યવસાયિક અેકમોના માલિક અને તેમના સ્ટાફને કોરોના સામે રક્ષણ અાપતી રસી મેળવી લેવા દર વખતે 15 પંદર દિવસની મુદ્દત અાપી છે. પરંતુ, તંત્રના વાંકે તમામ વ્યવસાયિક અેકમોના માલિકો અને સ્ટાફને અાવરી લેવાયા નથી, જેથી મુદ્દત વધારાતી ગઈ છે, જેમાં છેલ્લે 15મી અોગસ્ટ છેલ્લી મુદ્દત અપાઈ હતી. પરંતુ, હજુય અાર્થિક પ્રવૃતિ સાથે સંકળાયેલા કેટલાય વ્યવસાયિક અેકમોને રસી મળી નથી, જેથી ફરી મુદ્દત વધારાયા અેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.