તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં બુધવારે કોરોનાના વધુ 26 પોઝિટિવ કેસ ઉમેરાયા છે. જે સાથે માર્ચથી 30 ડિસેમ્બર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો અાંકડો 4007 ઉપર પહોંચી ગયો છે, જેમાંથી હજુ સુધી કુલ 3657 દર્દીઅો સાજા થઈ ગયા છે. પરંતુ, હજુ 229 દર્દી સારવાર હેઠળ છે અને 81 દર્દીના સારવાર દરમિયાન મોત જાહેર કરાયા છે. બુધવારે જિલ્લામાં કુલ 26 પોઝિટિવ કેસ ઉમેરાયા છે, જેમાંથી 17 કેસ શહેરોમાં અને 9 કેસ ગામડાઅોમાં નોંધાયા છે. શહેરોના 17માંથી ભુજ શહેરના 10, ગાંધીધામના 6 અને અંજારનો 1 કેસ છે. જ્યારે ગામડાઅોમાં તાલુકા મુજબ અબડાસા, અંજાર, મુન્દ્રામાં 1-1, ભુજમાં 2, નખત્રાણામાં 4 કેસ છે.
તાલુકા મુજબ સ્થિતિ
તાલુકો | શહેર | ગામડા | કુલ | સાજા થયેલા |
અબડાસા | 0 | 1 | 1 | 1 |
અંજાર | 1 | 1 | 2 | 4 |
ભુજ | 10 | 2 | 12 | 8 |
ગાંધીધામ 06 | 0 | 6 | 5 | |
માંડવી | 0 | 0 | 0 | 2 |
મુન્દ્રા | 0 | 1 | 1 | 4 |
નખત્રાણા | 0 | 4 | 4 | 2 |
રાપર | 0 | 0 | 0 | 0 |
કુલ | 17 | 9 | 26 | 26 |
અોકટોબર અને નવેમ્બરમાં ઘટાડા પછી ડિસેમ્બરમાં વધ્યા
અોકટોબર અને નવેમ્બરમાં પેટા ચૂંટણીઅો અને તહેવારો શરૂ થઈ ગયા હતા, જેથી સરકારી તંત્રઅે અાંકડો અોછો બતાવ્યો કે પછી કુદરતે કેસ ઘટ્યા અે રામ જાણે. પરંતુ, અોગસ્ટમાં 781 અને સપ્ટેમ્બરમાં 821 કેસ બાદ અોકટોબરમાં ઘટીને 625 અને નવેમ્બરમાં ઘટીને 504 કેસ નોંધાયા હતા. જોકે, ત્યારબાદ ડિસેમ્બરમાં વધારો થયો છે.
માર્ચમાં 1, અેપ્રિલમાં 6, મે માં કૂદકો 73 કેસ
કચ્છમાં કોરોનાનો માર્ચ માસમાં માત્ર 1 કેસ હતો. અેપ્રિલમાં પણ માત્ર 6 કેસ હતા. પરંતુ, મે મહિનામાં અધધ 73 પોઝિટિવ કેસ સામે અાવ્યા હતા.
સપ્ટેમ્બર માસમાં સાૈથી વધુ કેસ
લોક ડાઉન હટ્યા બાદ અેક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને અેક રાજ્યથી બીજા રાજ્યમાંથી અાવાગમન વધ્યું. વળી અોગસ્ટ માસમાં તહેવારોની ઉજવણીને કારણે મંદિરો અને માર્ગોમાં ભીડભાડ પણ રહી, જેથી સંક્રમણ વધ્યું. જેની સ્પષ્ટ અસર સપ્ટેમ્બર માસમાં જોવા મળી. અોગસ્ટમાં 781 બાદ સપ્ટેમ્બર માસમાં સાૈથી વધુ 821 પોઝિટિવ કેસ નોંધાયા.
લોક ડાઉન હટતા જ જૂન અને જુલાઈમાં ઉછાળો
સમગ્ર દેશની સાથે કચ્છમાં પ્રથમ લોક ડાઉન 25 માર્ચથી 14 અેપ્રિલ સુધી 21 દિવસનું, બીજો લોક ડાઉન 15 અેપ્રિલથી 3 મે સુધી 19 દિવસનું, ત્રીજો લોક ડાઉન 4 મેથી 17 મે સુધી 14 દિવસનું, ચોથો લોકડાઉન 18 મેથી 31 મે સુધી 14 દિવસનું હતું. પરંતુ, લોક ડાઉન હટતા જ જૂન મહિનામાં 84 અને જુલાઈ માસમાં 366 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.