તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કુકમામાં દારૂના ટસલમાં થયેલી હત્યાનો ત્રીજા આરોપી પકડાયો

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે કોવિડ રિપોર્ટ કરાવ્યો જે મંગળવારે નેગેટીવ આવ્યો

ગત સપ્તાહે મોટી રેલડીના બે યુવક પર કુકમા પાસે હુમલો કરી નાના ભાઇની હત્યા નિપજાવાઇ હતી. મૃતકના સબંધીએ ત્રણ શખ્સો સામે ફોજદારી નોંધાવી હતી. મર્ડર કેસના બે આરોપીઓની ધરપકડ કરી હતી અને બંનેને ચઢામણી કરનાર ભુજનો ત્રીજા યુવક પોલીસે મંગળવારે રાત્રે ધરપકડ કરી છે.

ભુજનો શોકતઅલી ઉર્ફે અભલો બરકતઅલી પઠાણ અને કુકમાનો ઉમર સુમાર બાફણ (રહે. કુકમા)વાળાએ મોટી રેલીના બે યુવક પર કુકમા ગામે છરીથી હુમલો કરી નાના ભાઇ આઝાદ હુશેન ક્કલનું મોત નિપજાવ્યું હતું. અકબર ઉર્ફે અકલો અબ્દુલ મ્યાત્રા (રહે. ભુજ)વાળાની ચઢામણીથી બંને જણે હુમલો કર્યો હોવાની ફોજદારી નોંધાવાઇ હતી. અકબરની સોમવારે પદ્ધર પોલીસે અટકાયત કરી કોવીડ 19નો રિપોર્ટ કરાવ્યો હતો જે મંગળવારે રાત્રે નેગેટીવ આવતા તેની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...