કાર્યવાહી:ભુજીયા ડુંગરની તળેટીમાં અડધા લાખના શરાબ સાથે કિશોર પકડાયો

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જથ્થો વેંચાણ માટે આપનાર શખ્સ હાજર મળી ન આ​​​​​​​વ્યો

ભુજ શહેરના ભુજીયા ડુંગર રીંગ રોડ પર સર્વિસ સ્ટેશની પાછળની સાઇડ ખુલ્લી જગ્યામાં શરાબનો જથ્થો વેંચાતો હોવાની બાતમી અાધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા અડધા લાખના જથ્થા સાથે અેક કિશોર પકડાયો હતો. વેંચાણ માટે જથ્થો અાપનાર શખ્સ હાજર મળી ન અાવતા તેની સામે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી. શહેર બી ડિવિજન પોલીસની ટુકડી બાતમી મળી હતી કે ભુજીયા રીંગ રોડ ભારત સર્વિસ સ્ટેશનની પાછળ ગલીમાં કાશુભાઇના વાળાની બાજુમા ખુલ્લા પ્લોટમાં અંકુર જોષી નામનો શખ્સ દારૂનો જથ્થો વેંચાણ કરે છે.

પોલીસે દરોડો પાડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની નાઇટ બ્લુ ફોર સેલ હરીયાણા બ્રાન્ડની 168 બોટલ કિંમત 58,800 અને અેક મોબાઇલ કિંમત 500 અને મહીન્દ્રા કંપનીના મોપેડ કિંમત 20 હજાર સાથે અેક કિશોર પકડાઇ જતા તેની અટકાયત કરી હતી. જથ્થો વેંચાણ માટે રાખનાર અંકુર જોષી (રહે. ભુજ)વાળા સામે ગુનો દર્જ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...