કામગીરી:સરલી પાસે ગેરકાયદે ખાણની તપાસ માટે ખનીજ વિભાગની ટીમ દોડી

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણધારકોને અંગત બોલાવીને હાલ મશીનનો બહાર કાઢી લેવા આપી સૂચના

ભુજ તાલુકાના સરલી અને જીંજુટીંમો વિસ્તારમાં બે ધડક ગેરકાયદે ચાલતી ખાણો વિશે વ્યાપક ફરિયાદો ઉઠ્યા બાદ ખનીજ ખાતાના ભ્રષ્ટાચારની પોડ પડે તે પૂર્વે ઉપરથી ચેકિંગ હોવાની કહી ખનીજ વિભાગની ટીમોએ સરલી વિસ્તારમાં તપાસ અર્થે દોડધામ કરી મુકી હતી. અંદરખાને ખાણઘારકોને બોલાવી મશીન હાલ બહાર કાઢી લેવાનું કહેવામાં આવ્યું છે. માહિતગાર સુત્રોમાંથી બહાર આવતી વિગતો મુજબ સરલી અને જીંજુટીંબો વિસ્તારમાં બેથી ત્રણ પાણાની ખાણો ગેરકાયદેસર ખનન કરી ધમધમતી હોવાની બહાર આવતાં પશ્ચિમ કચ્છ પોલીસે એક ખાણમાં દરોડો પાડ્યો હતો.

પણ અન્ય ખાણોમાં પણ હજુ તંત્રની મીઠી નજર હેઠળ ખોદમામ ચાલી રહ્યું છે. તો, સરલી ગામ ખાતે ટાવર્સ પૈકીની એક જમીનમાં આવેલી ખાણના ખૂટાઓ પગ કરી રહ્યા હોવાનું સામે આવતાં ખનીજ વિભાગ સફાળી જાગી હોય તેમ હરકતમાં આવી હતી. સરલી વિસ્તારમાં બુધવારની સાવારથી તપાસ અર્થે દોડધામ લાગી ગઇ હતી.

સુત્રોના જણાવ્યા મુજબ ખાણઘારકોને સાઇડમાં બોલાવી ખાણમાંથી મશીનો બહાર લઇ લેવાનું કહીં ઉપરથી તપાસનો આદેશ હોવાનું જણાવાયું છે. હવે કોની મહેરબાનીથી આ ખાણોમાં ગેરકાયદે કામ થઇ રહ્યું છે. તે બહાર આવશે કે, પછી તપાસનો ડોડ કરીને સંતોષ માની તંત્ર બેશી રહેશે તેના પર લોકોની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...