તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાન્ધ્રોના નવાગામ પાસે માટી ખનન પ્રવૃત્તિ પર ખનીજ વિભાગની ટીમ ત્રાટકી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખનન વિસ્તારમાં પોઇન્ટ ઉભા કરી માપણી કરવામાં આવી હવે શીટ તૈયાર થશે
  • ખનિજ તંત્રને ફરિયાદ મળતા ટીમ પહોંચી, મંજુરીના કાગળો રજૂ કરવા જણાવાયું

લખપત તાલુકાના પાન્ધ્રોથી અાગળ નવાગામ પાસે માટી ખનન પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ ખાણ ખનીજ તંત્રને મળી હતી જેથી અેક ટીમ ત્યાં તપાસણી કરવા માટે પહોંચી હતી. ખનન પ્રવૃત્તિ થઇ હોવાનું ધ્યાને અાવતા પોઇન્ટ ઉભા કરી માપણી કરાઇ હતી, તેમજ ખનન કરવા માટે લેવાયેલી મંજુરી કે પરવાનગી કાગળો રજૂ કરવા જણાવાયું હતું. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, લખપત તાલુકાના પાન્ધ્રો અાગળ નવાગામ પાસે ગુરુવારે સાંજે ખાણ ખનીજની ટીમ પહોંચી હતી. ખનીજ તંત્રને ફરિયાદ મળી હતી કે જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન પ્રવૃત્તિ થઇ રહી છે. ટીમ ત્યાં પહોંચતા જમીનમાંથી માટીનું ખનન કરવામાં અાવ્યું હોવાનું ધ્યાને અાવ્યું હતું.

જે-તે શખ્સ પાસેથી ખનન કરવા માટેની મંજુરી અને પરવાનગીના કાગળો માંગ્યા હતા અને ખનન થયુ હતુ ત્યારે પોઇન્ટ ઉભા કરી માપણી કરવામાં અાવી હતી. અા અંગે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અે. બી. વાઢેરે જણાવ્યું હતું કે, નવાગામ પાસે માટી ખનન થતુ હોવાની ફરિયાદ મળતા ટીમ ત્યાં પહોંચી હતી. હાજર રહેલા શખસો પાસેથી ખનન કરવા અંગેના પુરાવા અને પરવાનગીના કાગળોની માંગણી કરી હતી. જેટલા વિસ્તારમાં ખનન કરાયું હતું તેની માપણી કરવામાં અાવી હતી. મંજુરી અને પરવાનગીના કાગળો રજૂ કરવા માટે જણાવાયું છે તો માપણી શીટ તૈયાર કરવામાં અાવી રહી છે, જે બાદ ક્ષેત્રફળ અને માટીના ભાવ બદલ દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...