તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માધાપર હાઇવે પર 15.60 લાખનું પેટ્રોલિયમ ભરેલું ટેન્કર પકડાયું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે પોલીસે યુપીના ટેન્કર ચાલકને દબોચ્યો
  • LCBએ શંકાસ્પદ બેઝ કે બાયો ડીઝલના જથ્થા સાથે ચાલકની કરી અટક

માધાપર હાઇવે પર આવેલા અંબુજા પંપની બાજુમાં ખાલી પ્લોટમાં એલીસીબીએ બાતમીના આધારે 15.60 લાખના જવલનશીલ પેટ્રલીયમના જથ્થા ભરેલા ટેન્કર સાથે યુપીના શખ્સને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.રાણા અને પીએસઆઇ એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેલા સ્ટાફે બાતમીના આધારે માધાપર હાઇજે પર મહેન્દ્રા શોરૂમની પાછળ અંબુજા પંપની બાજુમાંથી શંકાસ્પદ સફેદ કલરના બાયો કે બેઝ ડીઝલ લાગતા જલનશીલ પદાર્થ લીટર 23,997 કિંમત રૂપિયા 15,59,805ના જથ્થા ભરેલા ટેન્કર સાથે યુપીના જોગીન્દર મુલકરાજ અરોડા સીંધી (ઉ.વ.50)ની અટક કરીને લીધી હતી. જવલનશીલ પદાર્થ અને 5 લાખના ટેન્કર સહિતનો મુદામાલ સાથે આરોપીને બી ડિવિઝન પોલીસ મથકમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...