તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિ:અંજારના દિવ્યાંગોની સમસ્યા ઉકેલા માટે તાલુકા સમિતિની રચના કરાઇ

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંજાર ખાતે જિલ્લાના દિવ્યાંગોની જનરલ મિટીંગનું અાયોજન કરાયું

અંજાર ખાતે જીલ્લાના દિવ્યાંગના પ્રતિનિધિઅોની બેઠકનું અાયોજન પ્રમુખ શામજીભાઇ અાહિર અને ડાયાલાલ રાઠોડની અાગેવાનીમાં યોજવામાં અાવી હતી, જેમાં દિવ્યાંગોને કનડગત પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં અાવી હતી.દર વર્ષે 3 ડિસેમ્બર, વિશ્વ વિકલાંગતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં અાવે છે અને અા વર્ષે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ભચાઉ ખાતેના નવજીવન ખાતે ઉજવવામાં અાવશે તેવું બેઠકમાં નિર્ણય લેવામાં અાવ્યો હતો. અા ઉપરાંત અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના દિવ્યાંગોના પ્રશ્નોને વાચા અાપવા માટે તાલુકા સમિતિની રચના કરવાનો નિર્ણય કરવામાં અાવ્યો હતો, જેમાં બેઠક દરમિયાન અંજાર તાલુકા દિવ્યાંગ સમિતિની રચના કરાઇ હતી. અા સમિતિમાં ડાયાલાલ રાઠોડ, શામજીભાઇ અાહિર, હંસાબેન રાઠોડ, ગોમતિબેન ચાવડા, યોગેશભાઇ ડાંગર, ગોકુળભાઇ રબારી, ચંદન ચાવડા, રાજુભાઇ મહેશ્વરી અને ગોપાલભાઇ માસ્તર (અાહિર)ની વરણી કરવામાં અાવી હતી. અંજાર ખાતે યોજાયેલી અા બેઠકમાં જગદીશભાઇ વિરડા-સરપંચ, ગોમતિબેન ચાવડા, હંસાબેન રાઠોડ, ડાયાલાલ રાઠોડ, શામજીભાઇ અાહિર, જગદીશભાઇ ગઢવી સહિતના અાગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો