આયોજન:કૃષિ કાયદાના વિરોધમાં ભુજમાં આવતીકાલે ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રતીક ધરણા યોજાશે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને ખેડૂત પ્રશ્નોના નિરાકરણ માટે અપાશે આવેદનપત્ર

જિલ્લા મથક ભુજમાં આવેલા ટીન સીટી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલે સવારે 11 થી 4 વાગ્યા દરમિયાન દેશના 540 જિલ્લાની સાથે ભારતીય કિશાન સંઘ કચ્છ દ્વારા કૃષિ બીલના વિરોધમાં અને પોષણક્ષમ ભાવ મળવા બાબતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાશે.

કેન્દ્ર સરકાર દ્વારા નવા બનાવાયેલા કૃષિ બીલના વિરોધમાં વડાપ્રધાનને ઉદ્દેશીને ભારતીય કિશાન સંઘ કચ્છ દ્વારા ભુજ ખાતે એક દિવસના પ્રતીક ધરણાં પ્રદર્શન દ્વારા કાયદામાં ફેરફાર સહિતની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે અને ખેડૂતલક્ષી મંગણીઓ દર્શાવતું આવેદનપત્ર તંત્ર સમક્ષ રજુ કરવામાં આવશે.

કિશાન સંઘ કચ્છના પ્રમુખ શિવજીભાઈ અહિરે વિગતો આપતા જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અંગે સમગ્ર દેશના ખેડૂતોની સાથે કચ્છમાં વડાપ્રધાનને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવશે અને જિલ્લાના ખેડૂતોની માંગ માટે મુખ્યમંત્રીને ઉલ્લેખીને રજુઆત કરવા આવશે

કેન્દ્ર સરકાર પાસે અમારી માંગણી છે કે નવા બનેલા કૃષિ કાયદામાં દર વર્ષે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી પાકના ટેકાના ભાવમાં 15 ટકાનો વધારો નિયમમાં આવે , લાયસન્સ વગરના વેપારીઓ દ્વારા કરવામાં આવતી પાકની ખરીદી પર રોક લગાડવા અને પહેલાની જેમ કાયદેસર પરવાનગી ધરાવતા વેપારીઓજ પાક ખરીદ કરી શકે એવી જોગવાઈ કરવા, કિશાનો સાથે થતી આર્થિક છેતરપિંડી સહિતના બનાવો માટે જિલ્લામાં અલગ કિશાન ન્યાયાલય સ્થાપવામાં આવે જેથી ખેડૂતોને જલ્દી ન્યાય માલી શકે આ સહિતના અન્ય મુદ્દાઓની માંગ કરવામાં આવશે.

જ્યારે રાજ્ય સરકાર પાસે મુખ્યમંત્રીને ખેડૂતોના પોષણક્ષમ ભાવ મળતા રહે એવી જાહેરાત કરવામાં આવે , કચ્છમાં નિયમોનુસાર દુષ્કાળ જાહેર કરી નિષફળ વાવેતરનું વળતર ચુકવવામાં આવે, તેમજ ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલના પાણી કમાન વિસ્તાર હેઠળ કચ્છને મળવા જોઈએ એ નથી મળી રહ્યા તે તાત્કાલિકધોરણે મળતા કરવા જોઈએ, 2022 સુધી પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના મોડકુંબા સુધી નર્મદા કેનાલમાં પાણી પહોંચાડવાની વાત હતી તેનો અમલ થાય તે માટે આદેશ કરવા અને ખેડૂતોને કેનાલ મારફતે આવતું પાણી ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે , હાલ જે પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલનું પાણી મળે છે તે ખેડૂતો સ્વખર્ચે મેળવી રહ્યા છે વાસ્તે સરકાર દ્વારા પાણી પહોંચાડવા કામગીરી હાથ ધરવામાં આવે. જ્યારે રૂ. 3475 કરોડના ખર્ચે વધારાનું 1 મિલિયન હેકટર પાણી પહોંચાડવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી અમારી મંગણીઓ રાજ્ય સરકાર સમક્ષ મુકવામાં આવશે.

જિલ્લા કિશાન સંઘ દ્વારા પ્રતીક ધરણાં કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈન અનુશાર 400 થી 500 લોકોનેજ હાજર રહેવા જણાવાયું છે જેમાં સંઘના વર્તમાન પ્રમુખ, મંત્રી , કારોબારીના સભ્યોની સાથે પૂર્વ પ્રમુખ અને મંત્રી સહિતના હોદેદારો ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધરણાં કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર રહી શકે છે જેને કઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા પ્રયાસો વહીવટી તંત્રના રહેશે એવું કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...