તપાસ:સાંઘી જેટી પાસેના દરિયામાંથી કેફી દ્રવ્યનું સંદિગ્ધ પેકેટ મળી આવ્યું

નારાયણસરોવર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેકેટ ચરસનું છે કે, હેરોઇનનું તે અંગે એજન્સીઓએ તપાસ શરૂ કરી

અરબ સામગરમાં બિનવારસુ પેકેટ મળી આવવાનો શીલશીલો ચાલુ હોય તેમે લાંબા સમય બાદ ફરી બીએસએફના જવાનનોને સાંઘી જેટી નજીક મોટાપીર પાસેના દરિયામાંથી એક બિનવારસુ કેફી દ્રવ્યનું સંદિગધ પેકેટ મળી આવ્યું હતું. જે ચરસ છે કે હેરોઇન તે અંગે સંપલનો રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. બીએસએફ જવાનોને પેટ્રોલીંગ દરમિયાન મળી આવેલું પેકેટ જેને પગલે બીએસએફ જવાનનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ અન્ય કોઇ પેકેટ મળ્યા ન હતા.

દરિયો હાલ રફ બનતાં હજ વધુ પેકેટો મળી આવવાની શક્યતા જોવાઇ રહી છે. સમય સમય પર અરબ સાગરમાંથી બિનવારસુ પેકેટો મળી આવતા હોય છે. ગત 10 એપ્રિલના સુથરી ગામના ત્રણ શખ્સો પાસેથી 27 ચરસના પેકેટો મળ્યા હતા. બાદમાં 15 એપ્રિલના જખૌ દરિયામાં કોસ્ટગાર્ડને સંયુક્ત ઓપરેશન થકી આઇએમબીએલ પાસેથી 300 કરોડનું હેરોઇન મળી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...