હુમલો:લાલન કોલેજમાં કોપી કરતા પકડાયેલા છાત્રએ ફલાઇંગ સ્કવોડ પર હુમલો કર્યો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાભારે છાત્ર અગાઉ ત્રણેક વખત કોપી કરતા પકડાઇ ચૂકયો છે ત્યારે ફરીએકવાર પકડાયો
  • સેમે. 5-6ની રેમેડિયલ પરીક્ષામાં કચ્છ યુનિ.ની ફલાઇટ સ્કવોડ કોલેજમાં ત્રાટકી

કચ્છ યુનિવર્સિટી તરફથી સેમેસ્ટર 5 અને 6માં નાપાસ થયેલા છાત્રોની રેમેડિયલ પરીક્ષા ગત સપ્તાહથી લેવાની શરૂ કરાઇ છે ત્યારે મંગળવારે લાલન કોલેજમાં કચ્છ યુનિવર્સિટીની ફલાઇટ સ્કવોડની ટીમ કોપી કેસ કરવા માટે પહોંચી ત્યારે અગાઉ ત્રણેક વખત કોપી કરતા પકડાયેલો શખ્સ વધુ અેક વખત પકડાયો હતો, સંકુલમાંથી બહાર નિકડયા બાદ ટીમના સભ્ય પર તેણે હુમલો કરતા મામલો ગરમાયો હતો. ભુજની લાલન કોલેજમાં બી.અે. અભ્યાસક્રમની રેમેડિયલ પરીક્ષા અાપવા બેઠેલા કુલદીપસિંહ સોઢા નામના છાત્રને યુનિવર્સિટીની ફલાઇટ સ્કવોડની ટીમના ગાૈરવ ઠાકોરે કોપી કરતા પકડી લીધો હતો.

કોપી કરતા પકડાયેલા શખ્સે દબાણ કરવા માટે ઉહાપોહ મચાવ્યો હતો. જો કે, ટીમે તેના પર કોપી કેસ નોંધ્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ કોલેજમાંથી બહાર નિકળતી વેળાઅે તોલાણી કોલેજના અને સ્કવોડની ટીમના સભ્ય ગાૈરવ ઠાકોર પર કુલદીપ સોઢાઅે તેના મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો. ફલાઇટ સ્કવોડની ટીમ પર હુમલો થતા ભારે ચકચાર મચી ગઇ હતી.

અા અંગે કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, યુનિ. ફલાઇટ સ્કવોડની ટીમે બી.અે.ના છાત્ર પર કોપી કેસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, અગાઉ ત્રણેક વખત કોપી કેસમાં પકડાઇ ચુકેલો વિદ્યાર્થી ફરી અેક વખત પકડાયા સાથે ફલાઇગ સ્કવોડની ટીમ પર હુમલો કરતા મામલો ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...