ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા વેરા વસુલાતની ઝુંબેશના ભાગ રૂપે પતંગ વિક્રેતાઅોના પતંગોમાં વેરા ભરપાઈની અપીલ કરતા સ્ટીકર લગાડવામાં અાવ્યા હતા અને સ્ટીકર લગાડેલા પતંગોનું નિ:શુલ્ક વિતરણ કરવામાં અાવ્યું હતું. અામ, 31મી માર્ચ નજીક અાવતા લક્ષ્યાંક પાર પાડવાની ઝુંબેશ અાસમાને પહોંચી ગઈ છે.
હિસાબી વર્ષ 2021/22ના ચોથા પડાવમાં નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચે બાકીદારોને પાણી અને ગટર જોડાણ કાપવાની નોટિસો અાપવા સાથે મિલકત જપ્તી સહિતના અંતિમ પગલા ભરતા પહેલા પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કર, ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલન, બાંધકામ સમિતિના ચેરમેન મનુભા જાડેજા, બાગ બગીચા સમિતિના ચેરપર્સન સાવિત્રી જાટ, સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવી, નગરસેવકો રસીલા પંડ્યા, કાસમ ઉર્ફે ધાલાભાઈ કુંભાર શહેરના અેસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં પતંગના સ્ટોલધારકોને પતંગ ઉપર શહેરીજનોને સમયસર વેરા ભરવા અપીલ કરતા સ્ટીકર લગાડવા જણાવ્યું હતું. જે પતંગોનું નિ:શુલ્ક વિતરણ કરવામાં અાવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શીલત શાહ, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ મોતા, જયંત ઠક્કર સહિતના જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.