નખત્રાણામાં પરશુરામ જયંતિ નિમિત્તે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ધાર્મિક ક્રિયા સાથે યોજાઈ હતી. તાલુકા બ્રહ્મસમાજ પરશુરામ સેના તેમજ નખત્રાણા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના નેજા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગણેશ સ્થાપન , પૂજન , જલયાત્રા, યજ્ઞ કાર્ય તેમજ બીજા દિવસે બાઈક રેલી યોજાઈ હતી. જે બ્રહ્મ સમાજવાડીથી નગરની મુખ્ય બજારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંજના સમયે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ તો હિન્દૂ સમાજના વિવિધ દેવી દેવતાઓના મંદિરો દરેક ગામની અંદર સ્થાપિત હોય છે. જ્યારે પરશુરામ ભગવનના મંદિર પણ હવે નખત્રાણામાં ભાવિકો માટે દર્શનીય બની રહેશે. પરશુરામ જયતી પ્રસંગે આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય તરીકે કમલેશ રાવલે રહ્યા હતા. જ્યારે સંચાલન અને આભારવિધિ અનિલ ભાઈ રાજગોરે કરી હતી.
આ પ્રસંગે બ્રહ્મસમાજના પ્રમુખ પ્રકાશભાઈ જોશી, રમેશભાઈ વ્યાસ, ગિરીશ ભાઈ ગોર, સુભાષભાઈ જોશી, પરશુરામ સેનાના પ્રમુખ મિતેશભાઈ જોશી, દિનેશભાઇ જોશી, જયેશ ભાઇ જોશી, આશિષ મહારાજ, શૈલેષભાઇ ગોર, ધૈર્ય ગોર, મેહુલ જોશી, હિમાંશુ જોશી, હિરેન ભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસિંઘાણી, દિનેશભાઇ નાથાણી, જવલેશભાઈ દવે, મહિલા મંડળના જાગૃતિબેન જોશી, કુસુમબેન જોશી, ધરાબેન જોશી, ત્રિવેણીબેન જોશી, ભક્તિબેન જોશી, જિજ્ઞાબેન જોશી સહિતના મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. યુવક મંડળના વૈભવ જોશી,દીપક અબોટી, સુરેશભાઈ જોશી, જયદીપ જોશી વગેરે જોડાયા હતા. મુખ્ય દાતા જયેશભાઈ જોશી પરિવાર રહ્યા હતા. સરપંચ રિદ્ધિબેન વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, રાજેશભાઇ પલન, મહેશ ભાઈ સોની સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા, અનિરુદ્ધ ભાઈ દવે, સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજના અગ્રણી અને રાજકોટ ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ તેમજ પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયેલ છે, એવા નારાયણ ભાઈ જોશી ( કારાયાલ ) તેમજ તાલુકા ના વિવિધ રાજકીય , સામજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં બ્રહ્મ સમાજના હજારો લોકો જોડાયા હતા.પદ્મશ્રી નારાયણ જોશી નું બ્રહ્મ સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. અગ્રણીઓ દ્વારા સમાજના સંગઠન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.