આક્ષેપો:સ્ટુડિયોમાંથી થયેલી ચોરી મુદ્દે ધીમી ગતિએ ચાલતી તપાસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ સાથે વેપારીઅો પોલીસ અધિક્ષકને મળ્યા

ભુજમાં તાજેતરમાં જ સ્ટુડિયોમાંથી કિંમતી સાધનોની ચોરી થઇ હતી, જેમાં ફરિયાદ નોંધાયા બાદ ધીમી ગતિઅે તપાસ ચાલતી હોવાના અાક્ષેપ સાથે વાણિયાવાડ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ વેપારીઅો દ્વારા ઉઠી રહી છે. તા.9-4ના શહેરના વાણિયાવાડમાં અાવેલા નોવેલ્ટી સ્ટુડિયોમાંથી લાખોની કિંમતના સાધનોની ચોરી થઇ હતી, જે મુદ્દે ફરિયાદ નોંધાવાઇ છે. જો કે, અાજદિન સુધી તસ્કરો પકડાયા નથી અને તપાસ પણ ધીમી ગતિઅે ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

ભુજના હાર્દસમા વાણિયાવાડ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ અોછું છે. વાણિયાવાડ ગેઇટથી મહેરઅલી ચોક સુધીના વિસ્તારમાં રાત્રિના પોલીસ પેટ્રોલિંગ વધારવામાં અાવે અને અહીં સરકારી સીસીટીવી વહેલી તકે લગાડવામાં અાવે તેવી માંગ સાથે વાણિયાવાડ વેપારી અેસોસિયેશને પશ્ચિમ કચ્છ પોલીસવડાને રૂબરૂ મળીને લેખિત રજૂઅાત કરી છે.

અેસોસિયેશનના પ્રમુખ કમલ કારિયા, ઉપપ્રમુખ અનવર નોડે સહિતનાઅોઅે અગાઉના ચોરીના બનાવો અંગે અેસ.પી.ને વાકેફ કર્યા હતા. પોલીસવડા સાૈરભસિંઘે પણ સ્ટુડિયોમાં થયેલી ચોરીનો ભેદ સત્વરે ઉકેલવાની સાથે વેપારી તેમજ જાનમાલના રક્ષણની ખાત્રી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...