ભાવમાં વધારો:કચ્છમાં ઠંડી વચ્ચે બળતણના ભાવમાં 33 ટકાનો ભારે વધારો

નાના અંગિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રિક ગીઝર, હીટર પરવડે તેમ ન હોઇ લોકોનો લાકડા પર વધુ મદાર

કચ્છમાં હવે ઠંડીની ધાર તેજ બની રહી છે તેવામાં બળતણના ભાવમાં તેંત્રીસ ટકા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે.ઇલેક્ટ્રિક ગીઝર, હીટર અાર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી લાકડા પર મદાર વધુ હોય છે. ગત વર્ષે 150 રૂપિયામાં મળતી બળતણના ભારાના આ વર્ષે 200 રૂપિયા જેટલો ભાવ થતાં, મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર પડ્યો છે. સામાન્ય રીતે શિયાળામાં ગરમ પાણી કરવા માટે લોકો ચૂલા કે સગડીનો ઉપયોગ કરતા હોય છે.

ઊંટ ગાડી, ગધેડા ગાડી અથવા માથે ભારો રાખીને વેચતા શ્રમિકો આસપાસના જંગલ વિસ્તારમાંથી બિન ઉપજાઉ અથવા સુકા વૃક્ષને કાપીને પોતાના પરિવારના ઉપયોગ તેમજ વેચાણ કરીને જીવન નિર્વાહ કરતા હોય છે. શ્રમિક વર્ગ જાતે લાકડા કાપીને પોતાના પૂરતું બળતણ મેળવી લે છે પણ મધ્યમ વર્ગની હાલત કફોડી થઈ ગઈ છે. હાલે ગેસના બાટલાના ભાવ પણ રૂ.900થી ઉપર હોવાથી તેમજ અા વખતે લાકડાના ભાવ પણ આસમાને પહોંચતાં મધ્યમ વર્ગનો મરો થયો છે. ગધેડા ગાડીના 400થી 450 અને ઊંટગાડીના 1200થી 1500 રૂપિયા જેટલો ભાવ લેવામાં અાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...