ગુજરાતી સાહિત્ય પરિષદ:કચ્છીને વૈકલ્પિક ભાષાના વિષય તરીકે સમાવવા ઠરાવ થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેડાતામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર યોજાશે

ભુજ તાલુકાના સેડાતામાં તા. 24થી 26/12 એમ ત્રણ દિવસ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર યોજાશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલોપમેન્ટના યજમાન પદે યોજાનારા આ સંમેલનમાં કચ્છી ભાષાને અભ્યાસક્રમમાં વૈકલ્પિક વિષય તરીકે સમાવવાનો ઠરાવ કરાશે.

ગુજરાતી સાહિત્યના જ્ઞાનસત્રમાં કચ્છી ભાષાના સ્વરૂપ, સંરચના, ભાષાનું સંવર્ધન અને વિકાસ વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિમાં સ્થાનિક ભાષા માટે કરાયેલી જોગવાઈનો લાભ કચ્છના બાળકોને મળે તે માટે કચ્છીને વૈકલ્પિક ભાષા તરીકે સમાવેશ કરવા માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરાઇ હતી જેને ગુજરાતી સાહિત્ય પરિષદ ટેકો જાહેર કરે તે માટે પરિષદના પ્રમુખ પ્રકાશ શાહને રજૂઆત કરાઇ હતી જેને ધ્યાનમાં લઈને તેમણે જ્ઞાનસત્રના અંતિમ દિને તા.26ના આ રજૂઆતને બહાલી આપતો પ્રસ્તાવ-ઠરાવ મૂકવા માટેની સહમતી દર્શાવી છે. આમ આ જ્ઞાનસત્ર કચ્છી ભાષાના સંવર્ધન માટે મહત્વનું બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...