સલામ આરોગ્ય તંત્ર:કચ્છમાં 12 કલાકમાં વિક્રમી 60 હજારને રસી અપાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુજ - Divya Bhaskar
ભુજ
  • બીજા ડોઝ મહાઝુંબેશ સાથે ઘરોઘર ફરી પ્રથમ ડોઝ પણ અપાયો
  • ગામડે​​​​​​​ ગામડે, ઘરોઘર, દુકાને દુકાને ફરી અધધ રસીકરણ છતાં લક્ષ્યાંકના 50 ટકા પણ પાર ન પડ્યું !

કચ્છમાં શુક્રવારે કોરોના સામે રક્ષણ અાપતી રસીના બીજા ડોઝની મહાઝુંબેશનો પ્રારંભ કરાયો હતો, જેમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પ્રથમ અને બીજો મળીને કુલ 60 ડોઝ અપાયા હતા. રાત્રે 12 વાગ્યા સુધી ઝુંબેશ ચાલવાની છે, જેથી અાંકડો 70 હજારને પણ પાર કરી જાય અેવી શક્યતા છે.

જોકે, અધધ રસીકરણ છતાં લક્ષ્યાંકના 50 ટકા પણ પાર પડ્યું ન હતું.કચ્છ જિલ્લામાં શુક્રવારે કોરોના સામે રક્ષણ અાપતી રસીના પ્રથમ અને બીજા બંને ડોઝ મળીને કુલ 1 લાખ 60 હજાર ઉપરાંતના ડોઝનો લક્ષ્યાંક રખાયો હતો, જેમાં સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કુલ 60 હજાર ડોઝનો અાંકડો પાર કરી ગયો હતો. જે કામગીરી પાર પાડવા માટે મોટા ભાગના સરકારી તંત્રોના નાના મોટા કર્મચારીઅોને કામે લગાડાયા હતા. જોકે, કામ કરવા ન ટેવાયેલા કેટલાક સરકારી બાબૂઅો અંદરોઅંદર મિત્ર વર્તુળમાં ફરિયાદો કરતા થઈ ગયા હતા. તો બીજી તરફ કેટલાક નિષ્ઠાવાન કર્મચારીઅોઅે રાત દિવસ જોયા વિના કામગીરી ચાલુ રાખી હતી. જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા પણ રસીકરણ સ્થળે ગયા હતા અને અારોગ્ય કર્મચારીઅો અને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

બીજી તરફ મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. માઢક જુદા જુદા કેન્દ્રની મુલાકાત લેતા રહ્યા હતા. અધિક જિલ્લા અારોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને છેક ભચાઉ અને રાપર મોકલવામાં અાવ્યા હતા. શિક્ષકોને વિદ્યાર્થીઅો દ્વારા વાલીઅોને રસીકરણ માટે તૈયાર કરવા કહેવાયું હતું. અારોગ્ય કર્મચારીઅો ગામડેગામડે, ઘરોઘર, દુકાને દુકાને ફરી વળ્યા હતા.

વાગડમાં જાગૃતિના અભાવે અોછું વેક્સિનેશન
પશ્ચિમ કચ્છમાં બન્ની સહિતના કેટલાક મુસ્લિમ વિસ્તારોમાં અફવાના પગલે અોછું રસીકરણ થયું છે અેમ વાગડના ભચાઉ અને રાપરમાં પણ જાગૃતિના અભાવે અોછું રસીકરણ થયું છે. કેટલાક લોકો અારોગ્ય મહિલા કર્મચારીઅોને પણ અપભદ્ર ભાષામાં માનસિક ત્રાસદાયક સ્થિતિમાં મૂકી રહ્યા છે. અામ છતાં લોક હિત માટે અારોગ્ય કર્મચારીઅો વધુને વધુ લોકોના રસીકરણ માટે મથી રહ્યા છે. અા વિસ્તારોમાં ખરેખર દરેક ક્ષેત્રના અાગેવાનોઅે અાગળ અાવી લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત છે. ખાસ કરી અારોગ્ય કર્મચારીઅો સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરનારાને સભ્યથી વર્તવા સમજાવવાની જરૂર છે.

​​​​​​​સીડીઅેચઅોઅે અોડિયો ક્લિપથી કર્યો અનુરોધ
મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. માઢકે કર્મચારીઅોને રાત્રે 12 વાગ્યા સુધી રસીકરણ ચાલુ રાખવા અનુરોધ કરતી અોડિયો ક્લિપ પણ મોકલી હતી, જેમાં કહેવાયું હતું કે, વહીવટી તંત્ર તરફથી સુંદર સહકાર મળ્યો છે, જેથી અાપણી ફરજ છે કે, રાત્રે 12 વાગ્યા સુધી કામ કરીઅે. જરૂર પડે તો વધુ સમય અાપીઅે, જેથી લોકોને પ્રથમ અને બીજો ડોઝ અાપી મદદરૂપ થઈ શકીઅે.

અન્ય સમાચારો પણ છે...