તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયાઈ જીવ:માંડવીના દરિયા કિનારે ગોકલગાયની દુર્લભ પ્રજાતિનો સી સ્લગ નામનો જીવ મળી આવ્યો, રોમાંચ ફેલાયો

ભુજ13 દિવસ પહેલા
  • માત્ર 2 સેન્ટિમીટરની લંબાઈ ધરાવતી ગોકળગાય દેખાવમાં અતિ સુંદર
  • દરિયાઈ જીવ મળી આવતા ઓપસ ઓશનીક રિસર્ચ લેબોરેટરી ધરાવતું દંપતી રોમાંચિત થઈ ઉઠ્યું

માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી હતી. માત્ર 2 સેન્ટિમીટર લંબાઈ ધરાવતા સી સ્લગ નામના દરિયાઈ જીવ મળી આવતા મરીન રિસર્ચ લેબોરેટરી ધરાવતું દંપતી રોમાંચિત થઈ ઉઠ્યું હતું.

દરિયાઈ પાણીના ખાબોચિયામાં ગોકળગાય જોવા મળીવિશ્વમાં મુખત્વે ગુજરાતના દક્ષિણ ભાગના મરીન નેશનલ પાર્કના પોશીત્રા વિસ્તારમાં જોવા મળતી સી સ્લગ નામની રૂપકડી ગોકળગાય કચ્છનાં અખાતનાં ઉત્તરીય તટ પર પ્રથમ વખત જોવા મળી આવી છે. જેની નોંધ કચ્છના માંડવી નજીક લેવાઈ છે. કચ્છમાં ઓપસ ઓશિએનિક રીસર્ચ લેબોરેટરી નામક મરીન રીસર્ચ લેબોરેટરી ધરાવતા બંદરીય શહેરના દંપતી યશેશ શાહ અને નિકી રામી શાહને ગત ડિસેમ્બરમાં માંડવી વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાઈ પાણીના ખાબોચિયામાં અત્યંત દુર્લભ દરિયાઈ ગોકળગાય જોવા મળી હતી.

કચ્છના દરિયાકિનારે આ જીવ દેખાતા સૌ આશ્ચર્ય પામ્યાંઆ વિશે યશેશ શાહે વિગતો આપતા કહ્યું હતું કે, ઓખા નજીક આવેલા પોશિત્રા વિસ્તારમાં 500 ચોરસ મીટર વિસ્તારમાં આ નાનકડો જીવ દેખાય છે. જોકે, કચ્છના દરિયાકિનારે આ જીવ દેખાતા સૌ આશ્ચર્ય પામ્યાં હતા. તેના વસવાટ અને નિવાસસ્થાનને લઈને સંશોધકોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના જર્નલમાં તાજેતરમાં આ મુદ્દે એક લેખ પણ પ્રકાશિત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સી સ્લગને સામાન્ય ગોકળગાયની જેમ શરીર પર શેલ નથી હોતા, પણ સુંદર રંગબેરંગી દોરા જેવા રૂછડા હોય છે.

અન્ય સમાચારો પણ છે...