ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:પધ્ધર પોલીસ વિસ્તારમાં દારૂનો જથ્થો ઉતારનાર રાજસ્થાની પકડાયો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પધ્ધર પોલીસ મથક વિસ્તારમાં દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના આરોપીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જયપુર જિલ્લામાંથી દબોચી લીધો છે. આરોપીની પુછતાછમાં સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ મથક અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હોવાનું સામે આવ્યું છે.

પશ્ચિમ કચ્છ એલસીબીની એક ટીમે પધ્ધર પોલીસ મથક વિસ્તારમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મોકલનારા રાજસ્થાનના જયપુર જિલ્લાના ફુલરા ધાની બોરાજના આરોપી નવરત કજોરમલ ગુર્જરનું નામ ખુલ્યા બાદ એલસીબીની ટીમે રાજસ્થાન થઇને આરોપીને ઝડપી પાડી ભુજ લઇ આવ્યા બાદ પુછતાછ કરતાં આરોપીએ સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ દારૂના કેસમાં ત્રણ વર્ષથી ફરાર હોવાની કેફિયત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...