તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:નાની વિરાણી વાડીમાં દંપતિ વચ્ચે ઝઘડો થયો, પતિને લાગી આવતાં કર્યો આપઘાત

ભુજ,અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધાપરમાં આર્થિક સંકડામણમાં ઝાડ પર રસ્સો બાંધી યુવાને ફાંસો ખાધો

ભુજ તાલુકાના માધાપર અને માંડવી તાલુકાના નાની વિરાણી ગામની વાડીમાં બનેલા બે આપઘાતના બનાવોમાં બે યુવાનનો ફાનિ દુનિયાને અલવિદા કરી મોતને શરણે થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ નાની વિરાણી ગામની વાડીમાં ખેતમજુરી કરતા 24 વર્ષીય રણજીત જગદીશભાઇ નાયકા મુળ રહે છોટા ઉદયપર હાલ નાની વિરાણી વાળાનો તેમના પત્નિ સાથે ગુરૂવારે રાત્ર ઝઘડો થયો હતો. બાદમાં પત્નિને બાજુની વાડી પર તેમની બહેન અને બનેવી લઇ ગયા હતા.

પાછળ રણજીતભાઇને મનપર લાગી આવતાં વાડીના રૂમમાં મોડી રાત્રીના સાડા બારથી દોડ વાગ્યા વચ્ચે ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ગઢશીશા પોલીસ સ્થળ પર જઇ યુવાનના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ કરી છે. તો, ભુજ તાલુકાના માધાપર ખાતે કારી મોરી વિસ્તારમાં રહેતા કરણ પનાભાઇ ભાડકા (ઉ.વ.26)એ શુક્રવારે સવારે સાડા બાર વાગ્યાના અરસમાં ગંગેશ્વર રોડ પર આવેલા ઝાડ પર રસ્સો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.

ભુજ બી ડિવિઝન પોલીસને જાણ થતાં જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃતકના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરીને પીએસઆઇ વી.આર.ઉલવાએ આગળની તપાસ હાથ ધરી છે. હાલ પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણને કારણે યુવાને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. યુવાનના મોતથી તેના પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.

અંજાર-આદિપુર રોડ પરના ફાટક નજીક ટ્રેન હડફેટે અજાણ્યા પુરુષનું મૃત્યુ
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 8/7ના સવારે 8-40 વાગ્યાના અરસામાં અંજારથી આદિપુર જતા માર્ગ પર આવતા અદાણી ફાટકથી 200 મીટર દૂર એક અજાણ્યો 40 વર્ષીય પુરુષ માલગાડી હડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી. ઉપરાંત આ અકસ્માત આપઘાત છે કે અન્ય કોઈ કારણોસર બન્યો છે તેની તપાસ પણ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...