તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • A Quantity Of Liquor Was Seized In Anjar Under The Guise Of Milk, Rs. Mudamal Seized 1 Lakh 80 Thousand, The Accused Fled

વિદેશી દારૂ ઝડપાયો:અંજારમાં દૂધની આડમાં દારૂનો જથ્થો પકડાયો, રૂ. 1 લાખ 80 હજારનો મુદામાલ કબ્જે કર્યો, આરોપી પલાયન થયો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટા હાથી વાહનમાં અમુલ દૂધના કેરેટમાંથી વિદેશી દારૂ ઝડપાયો

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વર્ષામેડી પાસેથી ગાંધીધામ એલ.સી.બી.એ ગત મોડી રાત્રે દૂધની આડમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે રૂ. 80 હજાર 600નો ભારતીય બનાવતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

સાકરાભાઈ રબારી પોલીસની ગાડી જોઈ અંધારી ગલીમાં અલોપ થઈ ગયો

ગાંધીધામ એલ.સી.બી.ની ટિમ ગત રાત્રે અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે અંજાર તાલુકાના વર્ષામેડી ગામના ગેટ પાસે ઉભા હતા. ત્યારે તેમને દારૂની બાતમી મળી હતી. એલસીબી દ્વારા વર્ષામેડી ગામમાં પ્રવેશતા સામે છોટા હાથી જી.જે.08. વાય. 8474 સાથે ઉભેલો આજ ગામનો સચીન ઉર્ફે બાડો સાકરાભાઈ રબારી પોલીસની ગાડી જોઈ અંધારી ગલીમાં અલોપ થઈ ગયો હતો. આ રેડ દરમ્યાન ભારતીય બનાવતનો વિદેશી દારૂ અમુલ દૂધના પીળા કેરેટ નંગ 16માંથી રૂ. 80 હજાર 600ની કિંમતનો એક બોટલ મેકડોવેલ્સ અને 228 નંગ વિસકીની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. છોટાહાથી સહિત કુલ રૂ. 1 લાખ, 80 હજાર 600નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પાણી પુરી વાળાને પકડી પાડી દંડ ફટકાર્યો

બીજી તરફ અંજાર પોલીસે હાલમાં ચાલી રહેલી કોરોના પરિસ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી જાહેરનામના ભંગ બદલ એક પાણી પુરી વાળાને પકડી પાડી દંડ ફટકાર્યો હતો. આ વેળાએ લારી પર ઉભેલી મહિલાઓ પાણી પુરીના પૈસા આપ્યા વગર નીકળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...