કાર્યવાહી:બસમાં લવાતો 25 કિલો શંકાસ્પદ ગૌ માંસનો જથ્થો પકડાયો, મુસાફર ભાગી ગયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાહરનગર-ભુજ એસટી બસમાંથી GIDC પાસે કરાઇ હતી કાર્યવાહી : FSLના રિપોર્ટની ઇંતેજારી

ભુજમાં ત્રણ માસ અગાઉ શંકાસ્પદ માંસનો જથ્થો સાથે એક શખ્સ પકડાયા બાદ ફરી પશુમાંસનો જથ્થો એસટી બસમાં લઇ આવતાતાં ઝડપાઇ ગયો છે. દરોડા દરમિયાન આરોપી કોથળો મુકી નાસી ગયો હતો. પોલીસે શંકાસ્પદ માંસના જથ્થાને પરિક્ષણ માટે એફએસએલમાં મુકવા તજવીજ હાથ ધરી છે.

જવાહરનગર ભુજ એસટી બસમાં સવાર થઇને નાના વરનોરા ગામનો અયુબ મમણ નામનો શખ્સ પશુ માંસ જથ્થો લઇને ભુજ આવી રહ્યો હોવાની બાતમીના આધારે જીઆઇડીસી ત્રણ રસ્તા પાસે બસમાંથી 25 કિલો શંકાસ્પદ ગૌમાંસ ભરેલા વાદળી કલરનો કોથળો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી તકનો લાભ લઇને નાસી છુટ્યો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી શંકાસ્પદ જણાતાં પશુ માંસ સેમ્પલને એફએસએલમાં મુકવા તજવીજ હાથ ધરી છે.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિનીના કાર્યકરો જોડાયા હતા. આ બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે, કયા પશુનું માંસ છે. હાલ કાર્યાવહી હાથ ધરી છે.અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ત્રણ માસ દરિયાન ભુજના આશાપુરાનગરમાં રહેણાકના મકાનમાં દોઢ કિલો તેમજ માધાપર હાઇવે પરથી 70 કિલો અને ખાવડાના કોટડાની સીમમાંથી 100 કિલો માંસનો જથ્થો પકડાયો હતો.

ગત 2 વર્ષમાં ભુજમાંથી 1200 કિલો ગૌમાંસ પકડાયું
ભુજમાં ગત 2019 દરમિયાન 595 કિલો 500 ગ્રામ ગૌમાંસનો જથ્થો પકડાયો હતો. તો, 2020ની સાલમાં ભુજમાંથી 596 કિલો ગૌમાંસ પકડાયું હતું આમ વિતેલા બે વર્ષમાં માત્ર ભુજ ખાતેથી પોલીસે 1191 કિલો જેટલું ગૌમાંસ પકડી પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...