• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • A Public Awareness Program Was Held In Bhuj For The Purpose Of Evoking The Feelings And Sentiments Of The People Towards The Visually Impaired.

જાગૃતિ કાર્યક્રમ:પ્રજ્ઞાચક્ષુ પ્રત્યે લોકોની સંવેદના અને લાગણી ઉદ્દભવે તે હેતુથી ભુજમાં લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન, 20 જેટલા પ્રજ્ઞાચક્ષુ જોડાયા
  • લોકોને દિવ્યાંગોની મદદ માટે આગળ આવવા અપીલ કરાઈ

ભુજ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ માટે લોક જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થા દ્વારા અંધજનો પ્રત્યે લોકોની સંવેદના અને લાગણી ઉદ્દભવે તેવા હેતુસર દર વર્ષની જેમ આ વખતે પણ લોક જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

શહેરના જ્યુબિલી સર્કલ પર જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી અંધજનો પ્રત્યે લોક જાગૃતિ ઉજાગર કરવા હેતુ યોજાયેલા કાર્યક્રમમાં 20 જેટલા પ્રજ્ઞાચક્ષુ જોડાયા હતા. તેમને સંસ્થાના અગ્રણીઓએ સર્કલ પરના એક છેડેથી બીજા છેડે પગપાળા દોરી જઈ પ્રતીક જાગૃતિ દર્શાવતી વોક કરી લોકોને દિવ્યાંગોની મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. આયોજન વ્યવસ્થા અભય કલર લેબના પ્રકાશ ગાંધી અને અગ્રણી અભય શાહે સંભાળી હતી. ઉપસ્થિત લોકોએ આ પહેલની સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...