તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:કુકમાની શાળાઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ હેતુ લોક જાગૃતિ માટેનું પ્રદર્શન યોજાયું

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શાળા, વી.પી.સોલંકી શાળા અને કે.વી.રાઠોડ માધ્યમિક શાળાના કુલ 72 બાળકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ હેતુ લોક જાગૃતિ આવે તે રીતે પ્લાસ્ટિક કચરાના નિકાલ અને તેને ફરી ઉપયોગ માટે શું કરી શકાય તે અંગેનું પ્રદર્શન મીનીમમ વેસ્ટ પ્રદર્શનનું કોમ્યુનિટી હોલમાં આયોજન કરાયું હતું. જેમાં વેસ્ટમાંથી બેસ્ટ અને પર્યાવરણને લગતા મોડેલ જેવા કે સ્વચ્છ ભારત કોલોની, રિસાયકલ પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, એ.ટી.એમ., ટપક સિંચાઇ, ડેમ વગેરે તૈયાર કરાયા હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથી દિપેશભાઇ શ્રોફ, સરપંચ કંકુબેન, ખુશાલભાઈ ભાનાણી, વરિયાભાઈ, ઋષિન પટેલ, ડો.રીતેશ પટેલ, ડો.રમેશ પટેલ, ડો.કમલ, ડો.રાકેશભાઈ, ઓસમાણભાઈ વગેરે સહિત તલાટી, પંચાયત સભ્યો, સેતુ, સાર્ડ, સંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા પ્લાસ્ટિક અટકાવો પર નાટક અને પ્લાસ્ટિક છોડો પર ડાન્સ રજૂ કરાયું હતું. કાર્યક્રમનો હેતુ અગ્રોસેલના ધર્મેશ અંતાણીએ સમજાવ્યો હતો.કાર્યક્રમમાં ગામમાં પ્લાસ્ટિક એકત્ર કરતા કુટુંબને વજન પ્રમાણે અનાજ આપવામાં ગામથી પહેલ થઇ હતી.

જેમાં ગામના પ્લાસ્ટિક એકત્ર કરતા કુટુંબે 10 દિવસમાં અદાજે 39 કિલો પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. તેઓનું તથા કુકમાના સફાઈ કામદારોનું આમંત્રિત મહેમાનો દ્વારા શાલથી સન્માન તથા દરેક બાળકને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો