હુમલો:મેરુન સિટીમાં સગર્ભા કારમાં હતી ને ધોકાથી ચાર શખ્સો તુટી પડયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીટરની કારમાં તમામ કાચ તોડી નખાયા, મહિલાને પણ ઇજા પહોંચી
  • બી ડિવિઝન પોલીસ મથકે મારામારી થવા ફોજદારીની તજવીજ હાથ ધરાઈ

શહેરના અાત્મારામ વિસ્તારમાં અંજલી નગર પાસે અાવેલી મેરુન સીટીમાં ચીટર પોતાની કારમાં જઇ રહ્યો હતો, કારમાં સગર્ભા પણ સવાર હતી ત્યારે અચાનક ચારેક શખ્સો હુમલો કરી ધોકા લઇ તુટી પડયા હતા. કારના તમામ કાચ તોડી પાડયા હતા જેમાં સગર્ભા મહિલાને પણ ઇજાઅો પહોંચી હતી.જે બનાવ અંગે બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.અંજલી નગર અંદર અાવેલી મેરૂન સીટી નામની કોલોનીમાં સીકંદર માૈલાના સોઢા કારમાં જઇ રહ્યો હતો, જેમાં સગર્ભા પણ બેઠી હતી. અચાનક ચારેક શખ્સો હુમલો કરવા પહોંચ્યા હતા અને કારમાં ધોકાથી તોડફોડ કરી હતી.

નવીનક્કોર કારના તમામ કાચ તોડી નખાયા હતા અને નુકસાન કરાયું હતું. તોડફોડ કરતી વેળાઅે મહિલાને પણ ઇજાઅો પહોંચી હતી. જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના પમેશ ગોજીયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે મારામારીનો બનાવ બન્યો છે જે અંગે ફોજદારી નોંધવા તજવીજ હાથ ધરાઇ છે તેમજ ૫૦ હજાર લુંટ થઇ હોવાની વાત અંગે તપાસ હાધ ધરાઇ છે. નોંધનીય છે કે, સીકંદર સોઢા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેની સામે સેંકડો છેતરપિંડીના ગુના નોંધાયેલા છે જેથી પૈસાની અદાવતે હુમલો કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...