અસભ્યતા:રાપરના ફતેહગઢ ગામે જાહેરમાર્ગ પર સગીરાની છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરનો કચરો બહાર ફેંકવા જતી વેળાએ આરોપીએ છેડતી કરી

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના રાપર તાલુકાના ફતેહગઢ ગામે છેડતીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે સવારના 7 વાગ્યાની આસપાસ મોવાડા રોડ પર ઘરનો કચરો ફેંકવા જતી એક સગીર વાયની કિશોરીને સામેથી આવતા ફતેહગઢ ગામની સુજાપર વાંઢમાં રહેતા આરોપી નાનજી ખોડા કોળીએ અસભ્ય ભાષા બોલીને આંખ મારી છેડતી કરી હતી. અચાનક આ પ્રકારના બનાવથી સગીરા ઘર તરફ ભાગી આવતા આરોપી નાશી ગયો હતો. જે બાબતની ફરિયાદ રાપર પોલીસ મથકે ગઈકાલ તા. 11 જુનના રાત્રે નોંધાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ગત માસે પણ આજ પ્રકારની છેડતીની ઘટના ફતેહગઢ ગામે બની હતી. ત્યારે 8 હજારની વસ્તી ધરાવતા ગામમાં છેડતીના બનાવોથી ગ્રામજનોમાં ચકચાર પ્રસરી હતી. આજના બનાવની તપાસ પીએસઆઇ એમડી ઝાલા કરી રહ્યાનું માલુમ પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...