તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવચન:કચ્છમાં ચાર ધામ જેવા ઊર્જાના સ્થાન, જે એક જ ચૈતન્ય રેખા પર આવેલા છે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિબિરમાં સાધના માટે ઉર્જાવાન સ્થાનોની શિવકૃપાનંદ સ્વામીએ માહિતી આપી

ગુરુત્વ વૈશ્વિક મંચ દ્વારા આયોજિત તથા હિમાલયના ઋષિ અને સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદગુરુ શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ચાલતી ઓનલાઇન ધ્યાન મહાશિબિરમાં દેશ-વિદેશના લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. તેમાં સ્વામીજીએ એક પ્રવચનમાં જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં જ્યારે એકાંત ધ્યાન સાધના હેતુ કચ્છમાં હતા ત્યારે તેમને એક વિશેષ જાણકારી પ્રાપ્ત થઇ હતી. કચ્છમાં માતાના મઢ જેવા અન્ય પણ ઉર્જાવાન ક્ષેત્ર છે, જેના વિશે બહુ જ ઓછા લોકોને જાણકારી છે. ત્યાં વર્ષો પહેલા કોઈક સિદ્ધ મુનિએ સાધના કરી હતી.

માતાનો મઢ, રુદ્રાણી માતા મંદિર, રવેચી માતા મંદિર અને મોમાઈ માતા મંદિર (મોરાગઢ) આ ચારેય પવિત્ર ધામ એક જ રેખા પર અને ચૈતન્યની એક જ ધારા પર સ્થિત છે, જે ખૂબ ઉર્જાવાન છે. તેમણે આ વાતની ખરાઈ પણ આશ્રમના મેનેજર પાસેથી કચ્છનો નકશો મંગાવીને કરી તો આ ચારે સ્થાન એક જ રેખા પર આવેલા છે. જોકે માતાનો મઢ ખૂબ પ્રખ્યાત છે પણ બાકીના અન્ય ત્રણ ધાર્મિક સ્થાનો એટલા જાણીતા નથી, તે વાતની જાણકારી શિબિરાર્થીઓને અને કચ્છના લોકોને આ મહાશિબિર દરમિયાન સ્વામીજીએ આપી હતી. જેથી એક સ્થાનની જેમ બાકીના ત્રણ સ્થાનના ચૈતન્યનો પણ લોકો લાભ લઇ શકે.

ઉર્જા ગ્રહણ કરવા અંગે તેમણે સમજાવ્યું હતું કે આવા સ્થાન પર કઈ માંગવા કે સમસ્યા હલ કરવા માટે ન જવું જોઈએ પરંતુ ત્યાંના ચૈતન્ય ગ્રહ કરવા ન જવું જોઈએ પરંતુ ત્યાંના ચૈતન્યને ગ્રહણ કરવા જવું જોઈએ. તેમણે કચ્છના રણમાં સાધના અંગે પણ વાત કરી હતી કે દરેક લોકો હિમાલય ન જઈ શકે પણ કચ્છમાં જે મીઠાનું રણ આવેલું છે ત્યાં પણ હિમાલયની જેમ દૂર દૂર સુધી કોઈ માનવ વસ્તી નથી અને બીજું મીઠું મનુષ્યમાં રહેલી નકારાત્મક ઉર્જાને શોષે છે એટલે જ આપણી સંસ્કૃતિમાં સમુદ્ર સ્નાનનું મહત્વ બતાવ્યું છે. આમ સ્વામીજીએ શિબિરાર્થીઓને સાધના માટે કચ્છના ઉર્જાવાન સ્થાનોની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો