તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બન્નીમાં રક્ષિત વાડા ફરતે 5 ફૂટ ઉંડા ખાડા પશુઓ માટે બને છે ઘાતક

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ દ્વારા ખાડા પૂરાય તેવી કલેક્ટર સમક્ષ રજૂઅાત કરવામાં આવી

ઘાસિયા મેદાન બન્નીમાં વન વિભાગ દ્વારા અલગ-અલગ પ્લોટો પાડી તેની ચો તરફ 5 ફૂટના ખાડા કરવામાં અાવી રહ્યા છે, જે પશુઅો માટે ઘાતક સાબિત થતા હોઇ તે પૂરી નાખવા કલેક્ટરને રજૂઅાત કરાઇ છે.

ભુજ તાલુકાના સરહદી બન્ની વિસ્તારમાં વન વિભાગ દ્વારા રક્ષિત વાળાઓની ચોતરફ પાંચ ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે, જેમાં છાશવારે માલધારીઓના પશુઓ પડી જાય છે. લાખોની કિંમતી ભેસો મરણ પામી રહી છે. મહામૂલા પશુધનના મરણથી માલધારીઅોને અાર્થિક નુકસાની વેઠવી પડે છે. વન વિભાગ દ્વારા અા ખાડા પૂરવામાં અાવે એવી માંગ સાથે સરાડા જૂથ ગ્રામપંચાયત દ્વારા કલેકટરને લેખિત રજૂઅાત કરાઇ છે. જો અા સમસ્યાનો નીવેડો નહીં અાવે તો કલેક્ટર કચેરી સામે ધરણા સાથે અાંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં અાવી હોવાનું નખત્રાણા તાલુકાના લૈયારીના અબુબકર જતે જણાવ્યું હતું.

ખાડામાં પડી જવાથી પશુ મરણનો ત્રીજો બનાવ
થોડા દિવસ પહેલા જત સદ્દામ ભસરિયાની સિંધી નસલની લાખોની કુંઢી ભેંસ અા ખાડામાં પડી જતાં મોતને ભેટી હતી. અત્યાર સુધી અા રીતે ખાડામાં પડી જવાથી પશુધન મોતના મુખમાં ધકેલાયાનો ત્રીજો બનાવ બન્યો છે. જો અા ખાડા પૂરવામાં નહીં અાવે તો માલધારીઅોને મોટું અાર્થિક નુકસાન થશે અને તેઅો પાયમાલ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...