તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલર્સ ઓફ બ્લેક હિલ:કાળાડુંગર પર પ્રથમવાર રવિવારે ફોટો વોક યોજાશે

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દત્ત વિકાસ અને સેવા સમિતિ કાળાડુંગરનું આયોજન: પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને પ્રોત્સાહિત કરાશે

કાળાડુંગર પર રવિવારે પ્રથમવાર અનોખા પ્રકારની ફોટોવોકનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં ફોટોગ્રાફર ત્યાં વોક દરમ્યાન ફોટો ક્લિક કરશે જેની સ્પર્ધા યોજવામાં આવશે. કલર્સ ઓફ બ્લેક હિલ થીમ આધારિત આ ફોટોવોક અને કોન્ટેસ્ટમાં અમેચ્યોર અને પ્રોફેશનલ બંન્ને પ્રકારના ફોટોગ્રાફર જોડાઈ શકશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે ૭/૨/૨૦૨૧ના રોજ ફોટોવોક દરમ્યાન રવિવારે ડિજિટલ કેમેરા અથવા ડીએસએલઆર કેમેરાથી ફોટોગ્રાફી કરવાની રહેશે. ધ્રોબાણા નજીક કાળાડુંગરની ખીણ અને કોતરોમાં આ ફોટોવોક યોજવામાં આવશે.

દત્ત વિકાસ અને સેવા સમિતિ કાળાડુંગર દ્વારા અગ્રણી દિલીપભાઈ દેશમુખની પ્રેરણાથી આ પ્રકારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે.ફોટોવોકમાં ભાગ લેવા ઇચ્છતા ફોટોગ્રાફરોએ ૫/૨/૨૦૨૧ શુક્રવારના સાંજે ૫:૩૦ સુધીમાં રોનકભાઈ ગજજર પાસે ૯૯૭૯૭૯૭૮૮૯ પર પોતાનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવાનું રહેશે.સ્પર્ધકો માટે કાળાડુંગર પર રવિવારે ભોજન અને અલ્પાહાર સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ફોટોગ્રાફરને અનુક્રમે ૩૦૦૦,૨૦૦૦ અને ૧૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.સમગ્ર વ્યવસ્થા અને આયોજન હીરાલાલભાઈ રાજદેના માર્ગદર્શન હેઠળ કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો