તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • A Person From Vadodara Paid A Gandhidham Trader Rs. A Police Complaint Was Registered For Treason For Not Paying Rs 23 Lakh

ઠગાઈ:ગાંધીધામના વ્યાપારીને વડોદરાના શખ્સે સોપારીના રૂ. 23 લાખ ન ચૂકવી વિશ્વાસઘાત કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના શખ્સે રૂ. 71 લાખ 98 હજાર માંથી રૂ. 22 લાખ 84 હજાર ન ચૂકવ્યા

કચ્છના આર્થિક પાટનગર એવા ગાંધીધામ વિસ્તારમાં 2021નું વર્ષ વ્યાપરિવર્ગ માટે પડકારજનક બની રહ્યું છે અને સમયાંતરે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે. તેમાં ઉમેરો કરતો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. સોપારીનો જથ્થાબંધ વ્યાપાર કરતાં વેપારી સાથે રૂ. 22 લાખ 84 હજાર 876 ન ચૂકવી વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

ગંધીધામ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અહીંનાં વોર્ડ ન. 5, પ્લોટ ન. 457 ખાતે રહી સોપારીનો જથ્થાબંધ વ્યાપાર કરતા દિલીપભાઈ ગોવિંદરામ ભાનુશાલીએ વડોદરા ખાતેના વોલ્ટમ કંપનીની બાજુના વનરાજ કોમ્પલેક્ષની દુકાન નં. A-11ના સરનામે આરોપી સંજય ગોરધનભાઇ દરજીને 22 ફેબ્રુઆરીથી 13 જુલાઈ સુધીમાં 18 ટન સોપારીનો જથ્થો આપ્યો હતો જેની ડ્યુટી અને ક્લિયરિંગની કુલ રકમ 71 લાખ 98 હજાર 876માંથી રૂ. 22 લાખ 84 હજાર 876 નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસે મથકે દાખલ થતાં પોલીસે તપાસ કાર્ય શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...