છેતરપિંડી:મીરજાપરના શખ્સે માંડવીના બે સુથાર સાથે 8 લાખની ઠગાઇ કરી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડર પર સુથારી કામ આપવાની લાલચ આપી શીશામાં ઉતારી છેતરપિંડી કરાઇ
  • અગાઉ છ વેપારીઅો સાથે 1.27 કરોડની ઠગાઇનો ગુનો દર્જ થયો હતો

લખપતમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પર ચાલી રહેલા બાંધકામ કામગીરીમાં મોટુ કામ આપવાની લાલચ આપી માંડવીના ઠગે સુખપરના છ વેપારીઅો સાથે 1.27 કરોડની ઠગાઇ કરનારા ચીટર સામે વધુ અેક ગુનો દર્જ થયો છે. મીરજાપર ગામના રીઢા ગઠીયાઅે માંડવીના બે સુથાર સાથે અે જ મોડસ અોપરેન્ડીથી 8 લાખની ઠગાઇ કરી હોવા અંગે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

2018ના વર્ષમાં રમેશ હિરજી કારા-પટેલ (રહે. નાગલપર વાડી, માંડવી)વાળા કોડાયના કલ્પેશ પટેલ સાથે સુથારી કામ કરતા હતા, તે વેળાઅે હિતેશ વેલજી પરમાર (રહે. મીરજાપર)વાળાઅે લખપતમાં ભારત-પાકિસ્તાનની બોર્ડર પર ચાલી રહેલી બાંધકામ કામગીરીમાં સુથારી કામ આપવાના બહાને 10 લાખ રૂપિયા માંગયા હતા. રમેશ અને કલ્પેશ મોટુ કામ મળવાની આશાઅે ચાર-ચાર લાખ મળી કુલ આઠ લાખ રૂપિ્યા આપ્યા હતા.

થોડા દિવસો બાદ બાકીના બે લાખ લેવા હિતેશ આવ્યો ત્યારે રમેશના સાઢુભાઇ લાલજીભાઇ પટેલે તેની પાસે કામને લગતા ડોકયુમેન્ટની માગણી કરી હતી પરંતુ હિતેશે દસ્તાવેજ-કાગળો બતાવવાને બદલે કામ મળી જશે તેવો ઉડાઉ જવાબ આપતા તે ઠગાઇ કરતો હોવાનું ફરિયાદીને ખ્યાલ આવ્યો હતો. હિતેશને આપેલા આઠ લાખ રૂપિયા અંગેનો નોટરી લખાણ લખાવ્યો હતો. માંડવી પોલીસે હિતેશ સામે ગુનો દર્જ કર્યો હતો.

અરજીના છ માસ બાદ ફોજદારી નોંધાઇ
રમેશ પટેલ સાથે છેતરપિંડી થતા તેણે હિતેશની સામે ગુનો નોંધવા માટે છ માસ પહેલા 8મી મેના રોજ અરજી આપી હતી, જેના આધારે છ માસ બાદ ગુનો દર્જ થયો હતો. અરજી આપ્યાના છ માસ બાદ ફરિયાદ નોંધાતા અત્યાર સુધી ફોજદારી નોંધવાને બદલે મામલાને ટલ્લે ચડાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...