તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • A Person From Ahmedabad Called The Director Of A Company In Anjar And Said, "I Am Talking About MP Vinod Chawda, Your Company Has To Donate Under CSR."

છેતરપિંડીનો પ્રયાસ:અમદાવાદના એક શખ્સે અંજારની એક કંપનીના ડાયરેક્ટરને ફોન કરી કહ્યું-'હું સાંસદ વિનોદ ચાવડા બોલું છું, તમારી કંપનીએ CSR હેઠળ દાન આપવાનું છે'

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોન કરી અઢી લાખ પડાવવાનો પ્રયાસ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

અંજારની માન ઇન્ડ્રસ્ટ્રીઝ બાદ સૂર્યા રોશની ઇસ્પાત કંપની પાસેથી સાંસદ બોલું છું કોરોનાગ્રસ્તો માટે રકમ જમા કરાવવાનું કહી લાખો રૂપિયા ખંખેરનાર આરોપી અમદાવાદમાં પકડાઇ ગયો છે. આજે વધુ બે કંપનીએ નોંધાવેલી ફરિયાદમાં સૂર્યા રોશનીમાંથી રૂ.6.95 લાખ, તો ઇસ્પાત કંપનીમાંથી રૂ.1 લાખ ખંખેર્યા હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ છે.

સૂર્યા કંપનીના જનરલ મેનેજર અવનિશ નેકરામ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તા.20/5 ના રોજ બપોરે તેમને અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને હું કચ્છનો સાંસદ વિનોદ ચાવડા બોલું છું તમારી કંપનીના માલિકનો નંબર આપો કહેતાં તેમણે કંપનીના લાયઝનિંગ ઓફિસર ગજેશ મિશ્રાનો ફોન નંબર આપ્યા બાદ તેમણે વેરિફાય કર્યા બાદ તેણે ભુજ ખાતે કોરોનાગ્રસ્ત લોકોને રાશનકિટ આપવાની છે તેના માટે તમારી કંપનીએ રૂ.5,00,000 અપવાના છે કહેતાં તેમણે તે રકમ પ્રદિપ પાંડેના ખાતામાં જમા કરાવી હતી. ત્યારબાદ ફરી તા.2/6 ના રોજ વધુ ભીડ જમા થઇ રહી છે તમારી કંપની સારૂં કામ કરે છે કહી વધુ રૂ.1,25,000 માગણી કરતાં આ રકમ અમદાવાદના બાપુનગર બેંકમાં ભાવેશ શર્માના ખાતામાં જમા કરાવાઇ હતી તો તા.11/6 ના રોજ ફરી તમે 5 લાખ, 1.25 લાખ સેવામાં આપ્યા છે તે ખરેખર સારી વાત છે કહીને વધુ રૂ.71 હજારની માંગણી કરી હતી તે પણ જમા કરાવી ત્રણ ટુકડામાં કુલ રૂ.6,95,000 જમા કરાવ્યા બાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે રૂપિયા ખંખેરનાર અમદાવાદના બાપુનગરમાં રહેતા રિતેષ ચંદ્રકાન્ત જોષીને પોલીસે પકડી લીધો હોવાની જાણકારી મળતાં કંપનીના અધિકારીઓની ચર્ચા બાદ આ બાબતે તેમણે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

તો અંજાર નજીક આવેલી ઇસ્પાત કંપનીના દિપક કેવલક્રિષ્ના અરોરાએ પણ ફરિયાદ નોંધાવી હતી કે, હું વિનોદ ચાવડા બોલું છું અને તમારા બોસ સાથે વાત થઇ ગઇ છે કોરોનાગ્રસ્ત લોકોની સહાય માટે તમારે રૂ.1,00,000 આપવાના છે કહી અમદાવાદના બાપુનગરમાં રહેતા રિતેષ ચંદ્રકાન્ત જોષીએ તેમની સાથે પણ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.

આ ફરિયાદો હજી વધી શકે તેમ છે
કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે મંદીરના ભંડારા માટે માન ઇન્ડ્રસ્ટ્રીઝ પાસેથી 2.50 લાખ, સૂર્યા રોશની કંપની પાસેથી કોરોનાગ્રસ્તોની સહાય માટે 6.95 લાખ અને ઇસ્પાત કંપનીમાંથી રૂ.1 લાખ જેવી રકમો ખંખેરનાર અમદાવાદના રિતેષ ચંદ્રકાન્ત જોષીને પોલીસે પકડી લીધા બાદ ટપોટપ ફરિયાદો નોંધાઇ રહી છે ત્યારે હજુ પણ વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતાઓ હોવાનું જણાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...