BSFનો માનવીય અભિગમ:કચ્છની સરહદે અજાણતાં આવી ગયેલા પાકિસ્તાનના નાગરિકને BSF દ્વારા પરત સોંપવામાં આવ્યો

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાન રેન્જર્સે ગુમશુદા યુવકની તપાસ દરમ્યાન BSFનો સંપર્ક કર્યો હતો
  • યુવક કચ્છની સરહદે ફરજ પરની BSFની 56 બટાલિયન ટીમને મળી આવ્યો હતો
  • ફ્લેગ બેઠક યોજી માનવતાવાદી અભિગમ સાથે યુવકને પરત સોંપવામાં આવ્યો

પાડોશી દેશ પાકિસ્તાનનો એક યુવક ગઈકાલે મંગળવારે અજાણતા આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી કચ્છની સરહદ પર લાગેલી તારબંધી સુધી પહોંચી આવ્યો હતો. કચ્છની ભારત-પાક સરહદ પર પેટ્રોલિંગમાં રહેલી BSFની 56 બટાલિયનની ટીમને આ યુવક મળી આવ્યો હતો. જેની પાક. રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ યુવક ભૂલથી સરહદ સુધી પહોંચી આવ્યાનું સામે આવ્યું હતું. જેના પછી પાક. રેન્જર્સ સાથે ફ્લેગ બેઠક યોજી સદ્દભાવના સાથે માનવીય અભિગમ અપનાવી યુવકને પરત સોંપવામાં આવ્યો હતો.

સૂત્રો અનુસાર પાકિસ્તાનના સિંધ પ્રાંતનો અને નગરપારકર તાલુકાના મેડો ગામનો 25 વર્ષીય અહશન બુરા માસ્ટર નામનો યુવક ગઈકાલે મંગળવારે કચ્છની સરહદ પર ફરજ પર BSFની 56 બટાલિયન ટીમને મળી આવ્યો હતો. જો કે આ ભટકી ગયેલા યુવકની પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને BSFનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકના પ્રત્યાર્પણ માટે BSF દ્વારા બી.પી. નંબર 10229/3 એસ. પાસે પાકિસ્તાન રેંજર્સ સાથે ફ્લેગ બેઠક યોજી માનવતાવાદી અભિગમ સાથે યુવકને તેમના હવાલે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...