તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પદ્ધર પાસે બે માસુમને કારે હડફેટે લેતા એક વર્ષીય બાળકનું મોત

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોંડલથી પુર ઝડપે ભુજ આવી રહેલી ગાડીએ પરપ્રાંતિય પરીવારનો માળો વિખી નાખ્યો

ગોંડલથી ભુજ આવી રહેલી રાજકોટ પાસિંગની વેગનઆર કારે પદ્ધર પાસે રોડની સાઇડે પગપાળા જઇ રહેલા બે માસુમ બાળકોને હડફેટે લઇ એક વર્ષીય બાળકનું મોત નિપજાવ્યું હતું, તો પાંચ વર્ષીય બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પદ્ધર નજીક પુલ પાસે જીજે 03 સીએ 7038 નંબરની વેગનઆર કારે બે બાળકોને હડફેટે લીધા હતા, રોડ સાઇટમાં જતા એક વર્ષીય જિજ્ઞેશ ભરતભાઇ ઠાકોર અને તેની પાંચ વર્ષીય બહેન નથુબેન ભરત ઠાકોરને હડફેટે લેતા એક વર્ષીય જીજ્ઞેશનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું,

તો બહેન નથુ ઠાકોરને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મામા રાજુભાઇ બામડીયાએ બંનેને સારવાર માટે લઇ આવ્યા હતા. પદ્ધર પાસે વાડી વિસ્તારમાં શંભુભાઇ મેજરભાઇની વાડી પર રહેતા પંચમહાલના પરીવારના એક વર્ષીય માસુમ પુત્રને ગોંડલથી ભુજ આવી રહેલા કારે હડફેટે લઇ મોત નિપજાવતા પરપ્રાંતીય પરીવારનો માળો વિંખાઇ ગયો હતો. બાળકના મોતથી પરીજનોમાં શોક સાથે અરેરાટી ફેલાઇ હતી. બનાવને પગલે પદ્ધર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો