ડિજિટલાઇઝેશન:વાહન-લાયસન્સને લગતી અનેક સેવા ફેસલેશ કરાઇ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે અરજદારોને કામગીરી કરાવવા કચેરીઅે અાવવાની ફરજ નહીં પડે

અાધારકાર્ડ બેઈઝ ઇ-કે.વાય.સી.નો ઉપયોગ કરીને વાહન અને લાયસન્સને લગતી અનેક સેવાઅો ફેશલેસ કરવાની જાહેરાત કરવામાં અાવી છે. હવેથી વાહનમાં નામ ટ્રાન્સફર, સરનામામાં ફેરફાર, અન્ય રાજય માટેની અેન.અો.સી. સહિતની 20 જેટલી વાહન અને લાયસન્સને લગતી સેવાઅો ફેશલેસ કરી દેવામાં અાવી છે.

અાર.ટી.અો.ને લગતી મોટાભાગની કામગીરીમાં ડીજીટલાઇઝેશન કરી દેવાયું છે, તો લર્નિંગ લાયસન્સની કામગીરી અાઇ.ટી.અાઇ.ને સોંપી દેવાઇ છે, માત્ર પાકા લાયસન્સ માટે અાર.ટી.અો.માં ટેસ્ટ અાપવા અરજદારે અાવવું પડે છે. બીજી તરફ, વાહન અને લાયસન્સને લગતી અમુક સેવાઅો થોડા સમય પૂર્વે ફેશલેસ કરાઇ હતી ત્યારે અાધારકાર્ડ બેઈઝ ઇ-કે.વાય.સી.નો ઉપયોગ કરીને વધુ 20 સેવાઅો ફેશલેસ કરાઇ છે. વાહનને લગતી કામગીરીમાં ટ્રાન્સફર અોફ અોનરશીપ, સરનામામાં ફેરફાર, હાઇપોથીકેશન ઉમેરો, હાઇપીથોકેશન રદ્દ કરવી, અન્ય રાજય માટેની અેન.અો.સી. લેવી, ડુપ્લીકેટ અાર.સી.બુક, તેમજ નવી પરમીટ, ડુપ્લીકેટ અને રિન્યુ ફેશલેસથી કરાશે. તો લાયસન્સને લગતી કામગીરીમાં લાયસન્સ રીન્યુ, રિપ્લેસમેન્ટ, અેક્સટ્રેકટ, ડુપ્લીકેટ, સરનામામાં ફેરફાર, હેઝાર્ડ લાયસન્સ, નામમાં સુધારો, ફોટો-સહીમાં સુધારો, બેઝમાં વધારો કરવા, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ ડિફેન્સ લાયસન્સની કામગીરી ફેશલેસ કરવામાં અાવી છે. અામ, હવે અરજદારોઅે કાગળો લઇને કચેરીઅે અાવવાની ફરજ પડશે નહીં. અોનલાઇન અરજી કર્યા બાદ ફી ભરી દઇ અેપોઇન્ટમેન્ટ લઇ લેવાથી જે-તે તારીખના દિવસે કર્મચારીની અાઇ.ડી.માં ફલોમાં અેપલીકેશન નંબર દેખાશે જેના પરથી તે અાગળની કામગીરી કરશે.

અન્ય સમાચારો પણ છે...