તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:વમોટી નાની ખાતે 2.22 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ-ક્લાસ સહિતની અાધુનિક સુવિધા

અબડાસાના નાની વમોટી ખાતે રૂ.2.22 કરોડના ખર્ચે નવનિર્મિત અધતન સરકારી માધ્ય. શાળાનું રાજ્યમંત્રી વાસણભાઇ અાહિરના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રાજ્યમંત્રીઅે નર્મદાના વધારાના પાણી અંગે રાજ્ય સરકારના નિર્ણયને અાવકારવાની સાથે જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં જ આ વર્ષે 7 હાઈસ્કૂલ મળી છે અને 3 બનશે. બાળકોના શિક્ષણ અને આરોગ્યની સરકાર સતત ચિંતા કરી છે. તો સાંસદ વિનોદભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, છેવાડાના અને નાના ગામડાંમાં પણ શિક્ષણની સુવિધા મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ઈ-કલાસથી ભણતા બાળકો કચ્છમાં 35 સ્કૂલોમાં સ્માર્ટકલાસ જોવા મળશે. અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોના આવાસ માટે તેમજ સરહદી વિસ્તારોમાં શિક્ષક આવાસ માટે ડી.આર.ડી.એ. માંથી રૂ.12 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, હવે ગ્રામ્યસ્તરના બાળકોને ભણવા નલિયા-નખત્રાણા નહીં જવું પડે, શહેરી શાળા જેવી સુવિધાઓ હવે ગામમાં જ મળશે. જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે, કચ્છમાં થઇ રહેલાં વિકાસકામોથી શિક્ષણ અને રોજગારી માટે થતું સ્થળાંતર અટકશે. આ તકે મીશન ગ્રીન હેઠળ સ્વ.કલ્યાણજી ગજરાના સમરાણાર્થે 200 આંબાની કલમનું વિતરણ ગ્રામજનોને ઉપસ્થિત મહાનુભાવોએ કર્યુ હતું. તેમજ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતું.

આ તકે નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય પુરૂષોતમભાઇ મારવાડા, નયનાબેન પટેલ, કરસનજી જાડેજા. ગોવિંદભાઇ, મહેન્દ્રભાઇ ભાનુશાળી, કાનજીભાઇ કાપડી, અબડાસા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, ઈજનેર ભૂપેન્દ્રસિંહ વાઘેલા, શિક્ષક નિરીક્ષક ભૂપેન્દ્રસિંહ વાઘેલા, મામલતદાર નટવરલાલ ડામોર, માર્ગ મકાન ઈજનેર આર.બી.પંચાલ, સરપંચ વમોટી આશાભાઇ મહેશ્વરી તેમજ શાળાના આચાર્ય રોશનીબેન ગામીત, શિક્ષક દિનેશ પટેલ, ગ્રામજનો, બાળકો અને આસપાસના ગામોના સરપંચો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...