ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડના નવા વાહનના ચાલકે રાત્રે અાર.ટી.અો. રિલોકેશન સાઈટ પાસે રોડની બાજુમાં લાકડાની ગેરકાયદે કેબિનને અડફેટમાં લીધી હતી. બાદમાં કેબિન માલિકને રોકડમાં નુકસાની રકમની ચૂકવીને સમગ્ર મામલો થાળે પાડ્યો હોવાનું જાણવા મળે છે. જોકે, સત્તાવાર સમર્થન મળ્યું નથી.
પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના ભાગે ફાયર બ્રિગેડના ડ્રાઈવરે નવીનકોર સ્કોર્પિયો ગાડી ચલાવતી વખતે કાબૂ ગુમાવી દીધો હતો અને રોડની પડખે લાકડાની કેબિનને પણ હડફેટે લીધી હતી, જેથી કેબિન તુટીને નીચે પડી ગઈ હતી. બીજે દિવસે કેબિનના માલિક જોડે નુકસાનીની રકમ રોકડમાં ચૂકવીને મામલો થાળે પાડ્યો હતો. સૂત્રોઅે જણાવ્યું હતું કે, કેબિનની બાજુના નાળામાં દારૂની બોટલો પડેલી દેખાતાં શરાબ પીને ગાડી હંકારી હોય અેવી શક્યતા છે.
ફાયર બ્રિગેડે ઘટના નકારી કહ્યું ગાડીમાં નુકશાન ગાય અથડાતાં થયું
આ બાબતે ફાયર બ્રિગેડના વડા અનિલ મારૂનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે સમગ્ર ઘટનાને નકારી જણાવ્યું હતું કે, વાસ્તવમાં ગાડી ગાયો સાથે અથડાઈ હતી, જેથી વાહનોના અાગળના ભાગે કાચ તૂટી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.