તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવુ સંકુલ:મુન્દ્રામાં ત્રણ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નવુ સંકુલ બનશે

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જિલ્લા પંચાયતમાં બેઠક મળી : 30 લાખ વધારાના પણ મંજૂર થયા

ભૂકંપ બાદ સમગ્ર કચ્છની સાથે મુન્દ્રાનો પણ વિકાસ રોકેટગતિઅે થયો છે. જોકે અારોગ્ય સહિતના ક્ષેત્રે જોઇઅે તેવી સુવિધાઅો કચ્છને મળી નથી. જેમાં મુન્દ્રાનો પણ સમાવેશ થાય છે. જોકે હવે મુન્દ્રામાં અારોગ્યની સેવામાં વધારો થવા જઇ રહ્યો છે.મન્દ્રામાં આરોગ્ય ક્ષેત્રને વધુ મજબુત બનાવવા તંત્ર દ્વારા રૂા. ત્રણ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. વિકાશશીલ મુન્દ્રામાં આરોગ્યલક્ષી સેવાઓ વધુ સારી બને તે માટે ડો. શ્યામાપ્રસાદ રૂરલ ડેવલપમેન્ટ ઓથોરીટી મારફત ભારત સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, જેના અનુસંધાને જિલ્લા અારોગ્ય કચેરી ભુજ ખાતે મુન્દ્રામાં નવા અારોગ્ય સંકુલના બાંધકામ અંગેની બેઠક જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી હતી

બેઠક બાદ જિલ્લા અારોગ્ય અધિકારી ડો.માંઢક દ્વારા ભાસ્કરને વિગતો આપતા જણાવ્યું હતુ કે ભારત સરકારના સહયોગથી અને જી.પં.ના નેજા હેઠળ મુન્દ્રા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા સંકુલ માટે રૂા.2.71 કરોડની ગ્રાન્ટ પાસ થઇ છે. જેનો વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે. તેમજ આરોગ્ય સેવાની પુર્તિ માટે વધારાના રૂા.30 લાખ મંજૂર થયા છે. જેમાં ડીઝીટલ એક્ષ-રે, લેબોરેટરી માટે સેલ કાઉન્ટર અને સર્જરી કરવા લેપ્રોસ્કોપી મશીનની સેવા પુરી પાડવામાં અવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો