તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પહેલ:સાંસદ અને પૂર્વ ધારાસભ્યના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે નવા અેક પુસ્તકનું પ્રકાશન કરાશે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવોદિત લેખકો માટે કચ્છના શિક્ષણવિદ દ્વારા કરાયેલું સૂચન સ્વીકારાયું
 • સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને શ્રીમતી નિરંજના મહેતાના ટ્રસ્ટના સંચાલકોની જાહેરાત

કચ્છની સંસ્કૃતિ, ભાતીગળતા તથા ભરપૂર પ્રાદેશિક વૈવિધ્યનું સમયાંતરે દસ્તાવેજીકરણ થવું જોઇઅે અને તેના માટે નવોદિત લેખકોને અાગળ અાવવા તથા અન્ય લેખકો માટે પ્રકાશકોઅે જવાબદારી ઉપાડી લેવી જોઇઅે તેવા સૂચનને કચ્છ મોરબીના સાંસદ અને રાપરના પૂર્વ ધારાસભ્ય દ્વારા ઉપાડી લેવામાં અાવ્યું છે. સાંસદ વિનોદભાઇ ચાવડાના સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને પંકજભાઇ મહેતાના શ્રીમતિ નિરંજનાબેન મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાપર દ્વારા દર વર્ષે કચ્છને લગતા પુસ્તકના પ્રકાશનમાં સહયોગ અાપવામાં અાવશે તેમ જાહેરાત કરાઇ હતી. 21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગકરણ નામના પુસ્તકના વિમોચન પ્રસંગે અા જાહેરાત કરવામાં અાવી હતી.

રાપરના શ્રીમતિ નરંજનાબેન પંકજ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂકંપ બાદ કચ્છની કાયાપલટના બે દાયકાથી વિનાશથી વિકાસ તરફની યાત્રા દર્શાવતા પુસ્તકના વિમોચન પ્રસંગે મુખ્ય અતિથી અેવા સાંસદ વિનોદભાઇઅે જણાવ્યું હતું કે, કચ્છના વિવિધ વિષયોનું દસ્તાવેજીકરણ વર્તમાન યુગમાં અાવશ્યક ગણાય છે. કચ્છમાં અાગામી સમયમ પણ નર્મદા, પ્રવાસન અને ઉદ્યોગીકરણનો રહેવાનો છે. અાવામાં શિક્ષણવિદ હરેશભાઇ ધોળકિયાના સૂચનને અાવકારીને તેમના નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા જો કોઇ લેખક અાવા પુસ્તકનું પ્રકાશન કરાવવા ઇચ્છશે તો તેમને મદદ કરવાની તૈયારી દર્શાવાઇ હતી.

તો ભાવિન વોરા લીખીત પુસ્તક 21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગકરણ પુસ્તકના પ્રકાશક તરીકે રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતાઅે પણ કચ્છમાં પાણી, ઉદ્યોગ વિષયે ખૂ બલખી શકાય તેમ છે અને કચ્છને લગતા કોઇપણ વિષય પર પુસ્તક બને છે ત્યારે તેમનુ| ટ્રસ્ટ પણ અાવા કાર્યમાં ચોક્કસ જોડાશે તેમ કહ્યું હતું. ધારાસભ્ય ડો. નીમાબેન અાચાર્યે પણ નર્મદાના પાણીના મામલે સરકાર ચિંતીત હોવાની વાત કરી હતી. ભુજના નગરપ્રમુખે શહેરના વિકાસમાં કમી રહેવા દેવાશે નહીં તેવી અાપી હતી. કચ્છના વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઇ ખત્રીઅે કચ્છ માટે ચિંતા સેવવા બદલ લેખકને શુભેચ્છાઅો અાપી હતી અને અાવા વિષયોમાં દસ્તાવેજીકરણ થાય તેને અાવકાર્ય ગણાવ્યું હતું.

અા વિમોચન સમારોહમાં જિલ્લાના અભ્યાસુ અને પૂર્વ લોકપ્રતિનિધિ મહેશભાઇ ઠક્કર, ઉદ્યોગમાં ફોકિયા વતી ચૈતન્ય શ્રોફ, પ્રવાસનના અેમ્બેસેડર ધોરડોના મિયાંહુસેન ગુલબેગ, ધોળાવીરાના જીલુભા સોઢા, ચેમ્બર અોફ કચ્છના પ્રમુખ રાજેશ ભટ્ટનું મોમેન્ટોથી અભિવાદન કરાયું હતું. વરિષ્ઠ ધારાશાસત્રી શંકરભાઇ સચદે, યુવા નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નરેશ અંતાણી, ઝવેરીલાલ સોનેજી, સંજય ઠાકર, પબુ ગઢવી સહિતના સામાજિક અને વિવિધ ક્ષેત્રના અાગેવાનો હાજર રહ્યા હતા. સ્વાગત નુપુર વોરા અને અાભારવિધિ શિવાંગી અંતાણીઅે કર્યા હતા. સંચાલન પંકજ ઝાલા અને ઉષ્મા શુક્લે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો