તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલાયો:નખત્રાણામાં જજ અને બેન્કના મેનેજરના ઘરમાંથી ચોરી કરનાર નેપાળી શખ્સ પકડાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ચોરાઉ સોના-ચાંદીના ઘરેણા વેચવાની પેરવીમાં હતો ને, પોલીસે દબોચી લીધો
  • નખત્રાણા પોલીસે મુદામાલ રીકવર કરીને બન્ને ચોરીનો ભેદ ઉકેલી લીધો

નખત્રાણાના મણીનગર વિસ્તારમાં રહેતા નખત્રાણા કોર્ટના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ તેમજ નખત્રાણા એસડીએફસી બેન્કના ડેપ્યુટી મેનેજરના ઘરમાં ચોરી કરનાર મુળ નેપાળના અને હાલ નખત્રાણાના મણીનગરમાં રહેતા આરોપીને મુદામાલ સાથે ઝડપી બન્ને ચોરીઓનો ભેદ ઉકેલી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકના એએસઆઈ મુકેશકુમાર સાધુને મળેલી મળી હતી કે, મુળ નેપાળના અને હાલ નખત્રાણાના મણીનગરમાં રહેતા લક્ષ્મણ જનકસિંહ દમાઈ ગુરખા(ઉ.વ.28) શંકાસ્પદ ચોરાઉ સોના ચાંદીના ઘરેણા નખત્રાણા મેઇન બજારમાં કોઇને વેચવાની પહેરવીમાં છે. જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની પુછતાછમાં થોડા સમય પૂર્વે મહિનગરમાં નખત્રાણા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટના ઘરમાંથી 85હજારના સોના ચાંદીના તેમજ 6 હજાર રોકડા મળી રૂપિયા 91 હજારના મુદામાલની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

તે ઉપરાંત નખત્રાણાના મણીનગરમાં જ વિનયપાર્કમાં આવેલા નખત્રાણાની એચડીએફસી બેન્કના ડેપ્યુટી મેનેજરના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા રોકડ મળીને 59 હજારના માલની ચોરી કરી હોવાનું કબુલતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સોના પેન્ડલ નંગ-3, સોનાની નથડી નંગ-2, ચાંદીની ત્રણ મૂર્તિઓ, ચાંદીના સિક્કા નંગ -3, અને ચાંદીનો મુખવાસના ડબ્બા સહિતનો માલ રીકવર કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહીમાં પીઆઈ વી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. કે. ખાંભળ, એએસઆઈ મુકેશકુમાર સાધુ, હેડ કોન્સ્ટેબલ વીકેશભાઈ રાઠવા, નરેશગીરી ગોસ્વામી, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સોઢા, ધનજી આહીર, નીલેશ રાડા, હોમગાર્ડ સુરેશભાઈ જોશી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...