તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:ગાગોદરમાં મુસ્લિમ પરિવાર કરે છે ગાય માતાની નિસ્વાર્થ ભાવે સેવા

ગાગોદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સીમાડામાં ગાયો માટે સ્વખર્ચે જરૂરિયાત હોય ત્યાં અવાળા ભરી આપે છે

કચ્છની કોમી એકતા વિશ્વભરમાં પ્રખ્યાત છે, જેના પ્રેરણાત્મક પ્રસંગો અવાર નવાર સામે આવતા હોય છે. મૂળ રાપર તાલુકાના રવ ગામના અને 30 વર્ષથી ગાગોદરમાં સ્થાયી ઈંટોના ભઠ્ઠામાં મંજૂરી કરી ગુજરાન ચલાવતા કુંભાર સધીક ઉમરભાઈ તથા તેમના પરિવાર દ્વારા ગાગોદર અને તેની આસપાસના 5 થી 7 કિ.મી. વિસ્તારના સીમાડામાં ગાયો માટે સ્વખર્ચે જરૂરિયાત હોય ત્યાં અવાળા ભરી આપવામાં આવે છે. તેમના બે પુત્રો સિકંદર અને હબીબ પાણીના ટેન્કર ચલાવે છે.

તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પાસે ટ્રેક્ટર છે ત્યાં સુધી અમે ગાયો માટે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક પાણી પૂરું પાડતા રહીશું. ઉનાળાના કપરા કાળમાં પાણીની અછત હોય ત્યારે ટેન્કરવાળા બમણા ભાવ વસૂલતા હોય છે ત્યારે બીજી બાજુ આ મુસ્લિમ પરિવારની વર્ષોથી કરાતી સેવાભાવના સરાહનીય છે. સધિકભાઈના મજૂરીકામ કરતા હાઈવે પર અનેકવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે મજૂરી કામ મૂકીને પોતાના વાહન દ્વારા ગાગોદર હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને પહોંચાડી માનવતાના કાર્યો કરતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો