તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગફલત ભારે પડી:લાકડિયા નજીક રાત્રીના રોંગસાઈડ જતા બાઈક ચાલકનું કારમાં અથડાઈ જતા મૃત્યુ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ બીએસએફના જવાનની કાર સાથે લાકડીયાના યુવકનો બાઈક અકસ્માત

કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં રાત્રિના સમય દરમિયાન બાઉકચાલકને રોંગસાઇડમાં જવું ભારે પડયુ છે. ભુજમાં રહેતાં બીએસએફના જવાનની કારના બોનેટ સાથે લાકડિયાનો યુવાન તેની લાઇટ વીનાની બાઇક સાથે ઘડામભેર ભટકાતા સારવાર મળે તે પહેલા જાન ગુમાવવો પડયો હતો.

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ગામના ધોરીમાર્ગ પર રવિવારે મોડી રાત્રે રાજસ્થાનના જોધપુરથી પરિવાર સાથે ભૂજ તરફ જતા બીએસએફના જવાનની કાર ન. આરજે19 સીબી 9434 સાથે લાકડિયા ગામના યુવકની મોટર સાયકલ ન. જીજે12 ડીડી 8341 રોંગ સાઈડમાં આવીને કારની સામે ધડાકાભેર ટકરાઈ હતી. ઘાયલ યુવકને નજીકમાં રહેલી હોટલ અને પસાર થતા લોકોએ લાકડિયા સરકારી દવાખાને ખસેડયો હતો. જ્યાં સારવાર પહેલાજ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના જોધપુર જિલ્લાના ભોપાલગઢ ગામથી ભુજમાં બીએસએફ 102 બટાલિયનમાં ફરજ બજાવતા અને બીએસએફ કોલોનીમાં રહેતા ઓમપ્રકાશ બીશ્નોઈ પોતાની કારમાં પત્ની અને પુત્ર પુત્રી સાથે ભુજ તરફ જવા આગળ વધી રહ્યા હતા. આ સમયે લાકડીયાથી એક કી મી. પહેલા રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ સમાખીયાળી બાજુથી લાઈટ વગર આવતા લાકડિયા ગામના બાઈક ચાલક ભરત મગન કોળીએ ગફકતભરી રીતે કારના બોનેટમાં ભટકાડી દેતા ઉછળીને કારના આગળના કાંચમાં અથડાઈને ડાબી તરફ જમીન પર પડી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ લોકોએ હોસ્પિટલ ખસેડયો હતો પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગફક્તભરી રીતે બાઈક ચલાવવા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...