તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂડિયાધામના ગાદીપતિની કરતુત:માધાપરમાં ટેસ્ટ ડ્રાઇવના બહાને રાજસ્થાની સાધુ કાર લઇ રફુચક્કર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારમેડ પાસેના રૂડિયાધામના ગાદીપતિની કરતુત
  • બી ડિવિઝન પોલીસે ધૂતારા સાધુ સામે ગુનો નોંધી તપાસ તેજ કરી

તાજેતરમાં ગાંધીધામમાં ટેસ્ટ ડ્રાઇવના બહાને કારની ઉઠાંતરીના બનાવો બન્યા બાદ અહીંના માધાપર હાઇવે પર કાર લે-વેચ માટેની ઓફિસ ધરાવતા યુવાન પાસે કારની ખરીદી કરવા આવેલા સાધુએ ટેસ્ટ ડ્રાઇવ કરવાના બહાને ફોરચ્યુનર કાર લઇ ફરાર થઇ જતાં આરોપી વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માધાપર નવાવાસમાં શ્રી હરી પાર્કમાં રહેતા અને માધાપર હાઇવે માહી ડેરી સામે આવડ કૃપા ઓટો કન્સલ્ટ નામની ઓફિસ ધરાવતા મહેશગર વેલગર ગુસાઇની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ શુક્રવારે સવારે સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદી પોતાની ઓફિસે હાજર હતા ત્યારે પ્રદિપ બાપુ નામનો માણસ આવ્યો હતો. ફરિયાદીની આ સાધુ સાથે કાર વેચવા મુદે બે દિવસથી વાત ચાલતી હતી. આરોપી પોતે રાજસ્થાનના બારમેડ નજીક આવેલા રામદેવપીરના જન્મ સ્થળ રૂડિયાધામના ગાદી પતિ હોવાની ઓળખ આપી હતી.

અને ગાડી ખરીદવી હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. સાધુએ કાર બતાવાનું કહેતા ફરિયાદીએ ફોરચ્યુનર કાર બતાવી હતી. ગાડીની કન્ડીશન તેમજ ટેસ્ટ કરવાનું કહી આરોપી સાધુ કાર લઇ પલાયન થઇ ગયો હતો. જે પરત ન આવતાં આરોપી સાધુ વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રદિપ બાપુ નામના સાધુ સામે આઇપીસી કલમ 406,420 તળે ગુનો નોંધ તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

ગાડી સાથે તમામ કાગળો અને 50 હજાર પણ ગયા
ધૂતારો સાધુ ફરચ્યુનર કાર સાથે કારમાં પડેલા ગાડીના તમામ કાગડી અને રૂપિયા 50 હજાર રોકડા પણ લેતો ગયો. ફરિયાદીએ તેના મિત્ર સાથે શોધખોડ હાથ ધરી લાખોંદ ટોલ નાકા તપાસ કરતાં જાણવા મળ્યું કે. સવારે 7:42 વાગ્યે ફોરચ્યુનર કાર અહીંથી નળી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...