તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મીરજાપર હાઇવે પર ફોરેસ્ટ એરિયામાં મહિલા વનરક્ષક પર ટોળાએ કર્યો હુમલો

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોચીરાઇમાં વન વિભાગની જગ્યામાં માલધારી ઢોર ચરાવતા હોવાથી ભેંસો જપ્ત કરાઇ
  • ડિપોઝીટ ભરી ભેંસો છોડાવી જવાનું કહેતા 15 જણના ટોળાએ ઉશ્કેરાઇ બનાવને અંજામ આપ્યો

શહેરના મીરઝાપર હાઇવે પર મોચીરાઇ રીઝર્વ ફોરેસ્ટ અેરિયામાં અમુક માલધારીઅો ગેરકાયદેસર રીતે અેરિયામાં પ્રવેશ કરી ઢોર ચરાવતા હોવાનુ ચોકીદારે મહિલા અધિકારીને જાણ કરી હતી, મહિલા અધિકારી ત્યાં પહોંચી ભેંસો જપ્ત કરીને માલધારીઅોને ડિપોઝીટ ભરી ભેંસો છોડાવી જવાનું કહેતા મહિલા સહિત 15 જણના ટોળાઅે હુમલો કર્યો હતો. મહિલા વન અધિકારી પર હુમલાનો બનાવ ગત રાત્રે બન્યો હતો, હતભાગીને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ રાયોટિંગની કલમ તળે ફોજદારી નોંધવામાં અાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, શનિવારે રાત્રે મીરઝાપર હાઇવે પર મોચીરાઇ રીઝર્વ ફોરેસ્ટ અેરિયામાં અમુક માલધારીઅો ભેંસો ચરાવતા હતા જેથી ચોકીદારે મહિલા વનરક્ષક ઉર્મીબેન ભરતભાઇ જાનીને ફોન કરીને જાણ કરી હતી. મહિલા વન રક્ષકે ભચુ નોડે, ગુલમામદ નોડે, રજી જરાદ નોડે તેમજ અબ્દ્રેમાન નોડે, ત્રણ અજાણી મહિલાઅો સહિત અાઠ અજાણ્યા પુરુષ મળી કુલ 15 જણના ટોળા સામે અે ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.

મહિલા અધિકારીઅે અાપેલી ફરિયાદ મુજબ, તેમને ગત રાત્રે ચોકીદારનો ફોન અાવ્્યો હતો કે મોચીરાઇ રીઝર્વ ફોરેસ્ટ અેરીયામાં અારોગ્ય વનમાં અમુક માલધારીઅો ભેંસો ચરાવી રહ્યા છે જેથી મહિલા વન રક્ષક ત્યાં ધસી જઇ ભેંસો જપ્ત કરી હતી, માલધારીઅોને ડિપોઝીટ ભરી ભેંસો છોડાવી જવા જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાઇને લોકોના ટોળાઅે મહિલા વન રક્ષક પર હુમલો કર્યો હતો.

અેક અજાણી મહિલાઅે ઉર્મીબેનને માથાના ભાગે લાકડાથી માર માર્યો હતો અને ભેસો ચરાવવા માટે અાવશુ તેવી ધમકી અાપી હતી. મહિલા અધિકારીને ઇજા પહોંચતા સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અે ડિવિઝન પોલીસ મથકે રાયોટિંગની કલમ તળે ફોજદારી નોંધાતા પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...