દુર્ઘટના:કંકાવટીમાં ગાયે શિંગડું મારતા ઘવાયેલા આધેડનું સારવારમાં મોત

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 ફેબ્રુઆરીના પોતાના ઘરે ઘાસચારો આપવા જતાં ગળા પર ઘા વાગ્યો

અબડાસા તાલુકાના કંકાવટી ગામે રહેતા 55 વર્ષીય રામસંગજી હેમરાજ સોઢા પોતાના ઘરે બાંધેલી ગાયને ઘાસચારો અને પાણી આપી રહ્યા હતા ત્યારે ગળાના ભાગે શિંગડું મારતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

આ અંગે નલિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ ગત 6 ફેબ્રુઆરીના સાંજના 5 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી રામસંગજી પોતાની ઘાયને ઘાસચારો અને પાણી પીવરાવી રહ્યા હતા. ત્યારે ગાય રામસંજીને ગળા પર શિંગડું મારતાં ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં હતભાગીના ભત્રીજા મહેશસિંહ ભુરૂભા સોઢાએ કાકાને સારવાર માટે પ્રથમ મોથાળા ખાતેની હોસ્પિટલે લઇ જતાં મોથાળાની હોસ્પિટલ બંધ હોવાથી તાત્કાલિક ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

જ્યાં વધુ સારવારની જરૂર હોઇ ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાંથી પણ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હતા. જ્યા સારવારને અંતે હતભાગીએ ગત 8 ફેબ્રુઆરીના અંતિમ શ્વાસ લીધો હતો. જેથી નલિયા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને પીએસઆઇ વી.આર.ઉલવાએ આગળની કાર્યવાહી કરી હતી.

નજીકની મોથાળા હોસ્પિટલમાં સારવાર ન મળી શકી
જ્યારે ઘાયલ થયેલા રામસંગજીને નજીકમાં આવેલી મોથાળા ખાતેની હોસ્પિટલમાં લઇ જવાયા ત્યારે હોસ્પિટલ બંધ હોવાથી પ્રાથમિક સારવાર મળી શકી નહી જેને કારણે 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજ લઇ જવાયા હતા. અગર જો હોસ્પિટલ ખુલ્લી હોત તો, હતભાગીને પ્રાથમિક સારવાર મળી શકી હોત.

અન્ય સમાચારો પણ છે...