તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:રામપર (અબડા)માં આધેડનો ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઘરપાસે રમતા બાળકોનું ધ્યાન જતાં ઘટના પ્રકાશમાં આવી

અબડાસા તાલુકાના રામપર અબડા ગામે ઘર પાસે આવેલા વાડામાં બુધવારે સાંજે 45 વર્ષીય લાલુભા દાનુભા જાડેજાએ ઝાડ પર રસ્સો બાંધી કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ ખાનિ દુનિયાને અલવિદા કરી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.રામપર અબડા ખાતે રહેતા લાલુભાએ તેમના ઘર પાસે આવેલા વાડામાં ઝાડ પર ફાંસો ખાઇને આપઘાતક કરી લીધો હતો.

દરમિયાન વાડા પાસે રમતા બાળકોનું ધ્યાન જતાં હતભાગીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોએ નલીયા સીએચસીમાં ખસેડતાં હાજર પરના તબીબે લાલુભાને મૃત જાહેર કરતાં નલિયા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ વનરાજસિંહ ઝાલાએ હાથ ધરી છે.

ખારોઇમાં છત ઉપરથી પટકાતાં યુવાનનું મોત
ભચાઉ તાલુકાના ખારોઇ ખાતે રહેતો 18 વર્ષીય રાહુલ પાંચાભાઇ લોચા નામનો યુવાન બુધવારે પોતાના ઘરની છત પર કામ કરતો હતો ત્યારે અચાનક નીચે પટકાંતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. પરિવારજનોએ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડતાં જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધો હતો. ભચાઉ પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો