અકસ્માત:શહેરમાં છોટા હાથીની ટકકરે સાઇકલ ચાલક આધેડનું મોત

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માત બાદ નાસેલા ડ્રાઇવર વિરૂધ્ધ નોંધાયો ગુનો

ભુજ-માધાપર હાઈવે પર સર્જાયેલા હીટ એન્ડ રનના બનાવમાં છોટા હાથી (ટેમ્પો)ની ટકકરે ગંભીર રીતે ઘવાયેલા માધાપરના સાયકલ ચાલક આધેડનું સારવાર સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને નાસી જનારા વાહન ચાલક વિરૂધ ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બુધવારે બપોરે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ભુજ માધાપર હાઇવે પર હિતેન ધોળકિયા સ્કૂલની સામેના રોડ પરના વળાંક પર બન્યો હતો.

માધાપર નવાવાસના કેવલ હોમ્સ ખાતે રહેતા જીતેશભાઇ રામજીભાઇ હંસોરા (ઉ.વ.50) પોતાની સાયકલથી હિતેન ઘોળકિયા સ્કુલની સામેના રોડ પરથી વળાંક લઇ રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતા છોટા હાથી (ટેમ્પો)ના ચાલકે સાયકલને ટકકર મારતાં જીતેશભાઇ રોડ પર ફંગોળાઇ ગયા હતાં જેને કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જી.કે. જનરલ હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર માટે રખાયા હતા. જ્યાં બુધવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...